દિવાળીની ભીડથી બચવા
દિવાળીના તહેવારોમાં વતનમાં અને ફરવા જતા મુસાફરોની વધારે રહેતી ભીડને ધ્યાને
લઈને રેલવે તંત્ર દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે મથક, અસારવા અને
સાબરમતી રેલવે સ્ટેશન પર આગામી છઠ્ઠી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ કર્યું છે.
જેના પગલે મુસાફરોને લેવા કે મુકવા આવનાર લોકો હવે પ્લેટફોર્મ સુધી જઈ શકશે નહીં.
દિવાળી તહેવારની રજાઓ મળતા મોટા ભાગના લોકો પોતાના વતન તરફ અથવા ફરવા નિકળી જતાં હોય છે.
રેલવેમાં મુસાફરી સરળ અને સસ્તી હોવાને કારણે આવા સમયે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.
આવામાં હાલ દિવાળી નજીક આવતા જ દરેક રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.
ત્યારે ગત વર્ષે દિવાળી પર્વ પર સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી ઘટનાને પગલે આ વર્ષે રેલવે તંત્ર સતર્ક બની ગયું છે.
સ્ટેશનો પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી છઠ્ઠી
નવેમ્બર 2024 સુધી અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના
વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
read more:
ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં અગ્રેસર: આઠ મુખ્ય દેશોમાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ !
India News: દાનાનો તોફાની ત્રાટક: શાળાઓ બંધ, સેના હાઇએલર્ટ પર, NDRF તૈનાત
દિવાળીની ભીડથી બચવા
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા જણાવ્યા નિર્ણયને પગલે પ્રવાસીઓને મૂકવા આવેલા
તેના સગા-સંબંધીઓને પ્લેટફોર્મ ટિકિટ ના મળતાં તેઓ અંદર સુધી મૂકવા જઈ શકશે નહીં.
જ્યારે વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના કાલુપુર, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન ઉપર
6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકાયો છે. આગામી તહેવારોની સિઝન દરમિયાન
લોકોની વધુ ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
દિવાળી વેકેશનમાં લોકોએ હવે વતન ભણી દોટ મૂકતાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર
ભારે ભીડ જોવા મળી રહી છે. આ તરફ હવે મુસાફરોની ભારે ભીડને લઈ હવે રેલવે એ એક મોટો નિર્ણય
લેતા 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દીધી છે. જેને લઈ હવે માત્ર મુસાફરોને જ રેલવે
સ્ટેશન પર પ્રવેશ મળશે. વિગતો મુજબ અમદાવાદના કાલુપુર, સાબરમતી અને અસારવા પ્લેટફોર્મ પર ટિકિટ બંધ કરવામાં આવી છે.
દિવાળી, છઠ પૂજા સહિતના તહેવારોને પગલે રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે.
રેલવે સ્ટેશન પરની ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના
અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક
અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત
કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
દરમિયાન પ્લેટફોર્મ ટિકિટ્સ વેચવાની સ્થિતિ: 6 નવેમ્બર 2024 સુધી
દિવાળી તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી લાગુ રહેશે.
મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સંબંધી જરૂરિયાતવાળા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે તે મુજબ આયોજન કરે .
અને નવા નિયમોનું પાલન કરે. સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે.
ત્યારે તહેવારના દિવસોમાં આ સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરે છે.
તેવામાં જો પ્લેટફોર્મ પર મુસાફરો સાથે આવતા સંબંધીઓની સંખ્યા ઘટે તો થોડી રાહત થાય તેવું રેલવેનું માનવાનું છે.
read more :
અભિનેતા વિજયનો સન્ડે સ્પ્લેશ: શું થાલાપથી તમિલનાડુના દ્વિધ્રુવી રાજકારણને હલાવી નાખશે?
ICC દ્વારા ઐતિહાસિક નિર્ણય : T20 વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ટીમો માટે સમાન પ્રાઈઝ મની