ડોનાલ્ડ ટ્રમ્પનો અણધાર્યો નિર્ણય: શપથવિધિ સમારોહમાં ચીનને આમંત્રણ

By dolly gohel - author

ડોનાલ્ડ ટ્રમ્પનો અણધાર્યો નિર્ણય

અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓના શપથ વિધિ

સમયે ઉપસ્થિત રહેલા ચીનના પ્રમુખ શી-જિનપિંગને આમંત્રણ આપ્યું છે. ૧૭૭૪

પછી કદાચ પહેલી જ વાર કોઈ વિદેશી મહાનુભાવને પ્રમુખ પદના શપથ વિધિ

સમયે આમંત્રણ અપાયું હોય તેવું આ પહેલું જ ઉદાહરણ છે. જો કે શી જિનપિંગે તે

આમંત્રણ હજી સ્વીકાર્યું છે કે નહીં તે વિષે કોઈ સ્પષ્ટતા નથી.

આ પૂર્વે એન.બી.સી. ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓને શી

જિનપિંગ સાથે ઘણા સારા સંબંધો છે. મેં તેઓને આ સપ્તાહે જ આમંત્રણ પાઠવી દીધું છે.

આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ૧૭૭૪ થી હજી સુધી કોઈ વિદેશી મહાનુભાવને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તેઓ લખે છે, “કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે ટ્રમ્પના ટેરિફના નિયમો

લાગુ થશે તો 2028 સુધીમાં ભારતના જીડીપીમાં 0.1 ટકા સુધી ઘટાડો થઈ

શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે 200 અબજ ડૉલરનો વેપાર થાય છે.

જો ટ્રમ્પ ટેરિફના દર વધારશે તો ભારતને ઘણું નુકસાન થઈ શકે છે.”

 

 

ડોનાલ્ડ ટ્રમ્પનો અણધાર્યો નિર્ણય

READ MORE : 

Realme 14X : ભારતમાં 18 ડિસેમ્બરે થશે લોન્ચ ,જાણો શું છે તેની નવી સુવિધાઓ અને કિંમત?

શી-જિન-પિંગને ટ્રમ્પે આપેલા આમંત્રણ માટે વધુ આશ્ચર્ય તો તેથી થાય છે

કે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનમાંથી થતી આયાતો ઉપર ૬૦ ટકા જેટલો ટેરીફ લગાવવાની પોતાની ભાવિ નીતિમાં જાહેરાત કરી દીધી છે.

તે ઉપરાંત તાઇવાન મુદ્દે તો બંને  દેશો સામ સામા આવી ગયા છે. યુક્રેનના યુદ્ધમાં ચીન રશિયાને સાથ આપે છે.

મધ્યપૂર્વમાં રશિયા અમેરિકા એક બીજાની સામ સામે છે. ચીન રશિયાની સાથે છે.

ચીન રશિયા દ્વારા તેમજ સીધી રીતે પણ અમેરિકાના કટ્ટર શત્રુ ઇરાનની સાથે છે.

તેવે સમયે ટ્રમ્પ દ્વારા ચીનના સરમુખત્યાર શી જિનપિંગને પોતાની શપથ વિધિ સમયે ટ્રમ્પે આપેલું આમંત્રણ આંચકાજનક બની રહ્યું છે.

જો કે હજી સુધી ચીનની સરકાર દ્વારા તે આમંત્રણની સ્વીકૃતિ અંગે કશા પ્રતિભાવો આપવામાં આવ્યા નથી.

તેમનાં ડેમૉક્રૅટિક પ્રતિસ્પર્ધી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે પણ આ ચૂંટણીઓમાં પોતાની હાર સ્વીકારી છે.

ટ્રમ્પ 2017થી 2021 સુધી અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ હતા. તેમની નીતિઓ આખી દુનિયા જાણે છે.

અને ભારતની નરેન્દ્ર મોદી સરકારને ટ્રમ્પ સાથે ઘણી બાબતોમાં કામ કરવાનો અનુભવ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પોતાના મિત્ર તો કહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ભારતની નીતિઓ પર પણ પ્રહાર કરી રહ્યા છે.

ટ્રમ્પે આ ચૂંટણીમાં ઘણી વખત પીએમ મોદીનું નામ લીધું છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પત્રકાર શશાંક મટ્ટુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું,

ટ્રમ્પની નજરમાં ભારત બિઝનેસના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરે છે.

અમેરિકાની ચીજવસ્તુઓ પર ભારત દ્વારા અતિ ભારે ટેરિફ લાદવામાં આવે તે તેમને પસંદ નથી.

ટ્રમ્પ ઇચ્છે છે કે તેમના દેશમાંથી આયાત થતા માલ પર માત્ર 20 ટકા સુધી જ ટેરિફ લાદવામાં આવે.

 

 

 

 

ડોનાલ્ડ ટ્રમ્પને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે

તેમના પ્રથમ કાર્યકાળ વખતે અમેરિકા અને ચીનના સંબંધો ઘણા કથળ્યા હતા.

આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની શકે છે.

પોતાની પ્રથમ ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્વૉડને મજબૂત બનાવવા માટે ઘણા સક્રિય હતા.

ક્વૉડ એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનું ગઠબંધન છે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો ભારતને શસ્ત્રોની નિકાસ, સંયુક્ત યુદ્ધ અભ્યાસ અને ટૅક્નૉલૉજી ટ્રાન્સફરમાં બંને દેશો વચ્ચે વધુ સારો તાલમેલ જોવા

મળી શકે છે. તેનાથી ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સ્થિતિ વધારે મજબૂત બની શકે છે.

અમેરિકન થિંક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશનમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વિશ્લેષક ડેરેક ગ્રોસમૅને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું,

જો ટ્રમ્પ જીતી જશે તો ભારત અને અમેરિકાની હાલની રણનીતિ ચાલુ રહેશે. તેમાં મૂલ્યોની ખાસ વાત નહીં થાય.

એકંદરે ટ્રમ્પ ચૂંટાય તો આ મામલે ભારત ફાયદામાં રહેશે.

જોકે, શશાંક મટ્ટુ લખે છે, “રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે ભારત સાથે મોટા સંરક્ષણ કરાર કર્યા હતા.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો સ્થાપ્યા અને ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું.

READ MORE : 

Gold Price Today: સોનાની કિંમતોમાં ઘટાડો: યુએસ ફુગાવાના વધારા પછી પ્રોફિટ બુકિંગની અસર; MCX ગોલ્ડ માટે નિષ્ણાતોની વ્યૂહરચના સામે આવી

Jungle Camps India IPO day 3: GMP, સબ્સ્ક્રિપ્શન અને BSE SME IPO વિગતો

 
 
 
 
 
 
 
 
 

 

 
 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.