પંચમહાભૂતમાં વિલીન થયા ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહ

By dolly gohel - author

પંચમહાભૂતમાં વિલીન થયા 

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે રાજ્ય સન્માન સાથે નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા.

પૂર્વ PM ડૉ. મનમોહન સિંહ ના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા.

આ પહેલા તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં એક કલાક માટે રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ તેમને  શ્રદ્ધાંજલિ આપી.

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ આપી દીધી છે.

આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે સરકારને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહ ના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ તરફથી

વિનંતી મળી છે.

કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક

માટે જગ્યા ફાળવશે.

 

 

 

પંચમહાભૂતમાં વિલીન થયા                              

 

READ MORE :

Ventive Hospitality IPO : શેરબજારમાં લિસ્ટ થાય તે પહેલાં GMP શું અભિપ્રાય આપે છે?

આજે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં શક્તિ સ્થળ પાસે પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા.

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું ગુરુવારે (26 ડિસેમ્બર 2024) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું.

તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા.

ડૉ.મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી બે ટર્મ સુધી આ પદ પર રહ્યા.

તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન રહ્યા હતા.

તેઓ 1991થી 1996 દરમિયાન ભારતના નાણામંત્રી પણ હતા.

આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકાની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા થાય છે.

ડૉ.મનમોહન સિંહે જાહેર અને રાજકીય જીવનમાં એક એવું સ્થાન હાંસલ કર્યું, જેને દેશ હંમેશા યાદ રાખશે.

લગભગ 53 વર્ષની લાંબી કારકિર્દી હતી. પરંતુ તેઓ ક્યારેય વિવાદોમાં ન આવ્યા, ન તો તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું.

તેમણે પોતાની ઓળખ એક શાંત, સરળ, સૌમ્ય અને નિર્વિવાદ વ્યક્તિત્વ તરીકેની બનાવી.

તેઓ પોતાના મૂળને ક્યારેય નથી ભૂલ્યા અને તેમની અંતિમ ક્ષણો સુધી સામાન્ય માણસ બની રહ્યા.

અશક્યને શક્ય કરી બતાવ્યું અને અમેરિકા સાથેની ન્યુક્લિયર ડિલને મુકામ સુધી પહોંચાડી.

READ MORE : 

Gold Price Today : સોનું રૂ.79,000 ની પાર પહોંચ્યું : વિશ્વ બજારમાં વધઘટ જોવા મળી

Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.