ઈજિપ્તમાં 44 પેસેન્જર સાથે સબમરિન ડૂબી
ઈજિપ્તના હર્ગહાડા શહેરમાં રાતા સમુદ્રના કિનારે આજે એક ટુરિસ્ટ સબમરીન ડૂબી ગઈ છે.
આ ભયાવહ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને નવ ઘાયલ થવાની આશંકા છે.
આ ઘટના બાદ આશરે 29 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ચાર ગંભીર રૂપે ઘાયલ છે.
તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઈજિપ્તના હર્ગહાડા શહેરના તટ પર અચાનક પાણીમાં ગરકાવ થયેલી આ ટુરિસ્ટ સબમરીનનું નામ સિંદબાદ હતું.
જેમાં 44 લોકો સવાર હતા.સબમરીન ડૂબી જવાના કારણો તાત્કાલિક સ્પષ્ટ થયા નથી.
કંપનીની વેબસાઇટ અનુસાર, હુરઘાડા સ્થિત સિંદબાદ સબમરીન નામની કંપની દ્વારા સંચાલિત આ જહાજમાં 44 પેસેન્જર સીટ, બે પાઇલટ
સીટ અને દરેક પેસેન્જર માટે એક ગોળ વ્યુઇંગ વિન્ડો છે.
ઈજિપ્તમાં 44 પેસેન્જર સાથે સબમરિન ડૂબી
આ ધટના ને લઈને 21 એમ્બ્યુલન્સ તૈનાત કરવામા આવી
ધટનાની ગંભીરતાને લઈને ધ્યાનમા લેતા ધાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે 21 એમ્બ્યુલન્સો તૈનાત કરવામા આવી હતી.
સિંદબાદ સબમરીનમાં કુલ 44 પેસેન્જર જુદા-જુદા દેશના હતાં.
જે ઈજિપ્તના રાતા સમુદ્રની ઊંડાઈમાં કોરલ રિફ્સ અને ટ્રોપિકલ માછલીઓ નિહાળવા માટે આવ્યા હતા.
આ ટુરિસ્ટ સબમરિન સમુદ્રમાં 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ કોઈ અજાણ્યા કારણોવશ તે પાણીમાં ગરકાવ થઈ હતી.
પ્રારંભિક ધોરણે મિકેનિકલ ખામીના કારણે સબમરીન ડૂબી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.
ચોકકસ કારણ જાણવા માટે આ અંગે વધુ તપાસ ચાલુ છે.

READ MORE :
ચાર મહિના પહેલા પણ આ રીતે એક યાટ ડૂબી હતી.
નવેમ્બર મા તોફાની પાણીની ચેતવણી બાદ લાલ સમુદ્ર મા ટુરિસ્ટ યાટ ડૂબી હતી.
તે સમયે પણ સ્થાનિક સતાધીશોએ દરિયામા કરંટ વધ્યા હોવાની ચેતવણી આપી હતી.
આ દુર્ધટના મા ચાર લોકો એ ડૂબી ગયા હતા. જયારે 33 લોકોને બચાવી લેવામા આવ્યા હતા.
READ MORE :
અમેરિકા તરફથી 2000 વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ ઓટોમેટિક બોટ એપ્લિકેશનથી અરજીઓ થયેલી હતી
અમેરિકા ને ખુશ કરવા માટે ભારત લેશે મોટો નિર્ણય , આ નિર્ણય થી ગૂગલ અને મેટાને ખાસ ફાયદો થશે
