Entertainment News : યુકેની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી બનવાની ‘સંતોષ’ની જર્ની

Entertainment News

ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે લાપતા લેડીઝની પસંદગી થયાના બે દિવસ પછી,

અન્ય એક હિન્દી ફિલ્મે તે સન્માન મેળવ્યું છે, પરંતુ તે ફિલ્મ એ અન્ય દેશની છે.

2025 ઓસ્કારમાં શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની રેસમાં યુકે દ્વારા સંધ્યા સૂરીની હાર્ડ-હિટિંગ પોલીસ પ્રોસિજરલ ડ્રામા સંતોષને તેમની

સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.

Entertainment News

ફિલ્મની પસંદગી BAFTA દ્વારા કરવામાં આવી હતી

યુકેની રજૂઆત પસંદ કરવા માટે અમેરિકન એકેડેમી દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી.

સંતોષમાં શહાના ગોસ્વામી અને સુનિતા રાજવાર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ એ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન સર્ટન રિગાર્ડનું પ્રીમિયર થયું હતું.

આ ફિલ્મ ની દેશમાં તેની વ્યાપક રજૂઆત અને બ્રિટિશ નિર્માતાઓના સમર્થનને કારણે સંતોષ યુકેમાં પસંદગી માટે લાયક બન્યો છે.

ફિલ્મનું નિર્માણ માઈક ગુડરિજ, જેમ્સ બોશર, બાલ્થાઝર ડી ગણાય અને એલન મેકએલેક્સ દ્વારા કરવામાં આવ્યું છે.

તેના એક્ઝિક્યુટિવ નિર્માતાઓમાં અમા એમ્પાડુ, ઈવા યેટ્સ, ડાયર્મિડ સ્ક્રિમશો, લુસિયા હાસલાઉર અને માર્ટિન ગેરહાર્ડનો સમાવેશ થાય છે



કેવી રીતે યુકેમાંથી સંતોષની પસંદગી કરવામાં આવી ?

સંતોષ યુકેમાં પસંદગી માટે લાયક બન્યો કારણ કે ત્યાં તેની વિશાળ રજૂઆત હતી અને તેને બ્રિટિશ નિર્માતાઓ દ્વારા સમર્થન મળ્યું હતું.

આ ફિલ્મનું નિર્માણ માઈક ગુડરિજ, જેમ્સ બોશર, બાલ્થાઝર ડી ગણાય અને એલન મેકએલેક્સ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મનું નિર્માણ ગુડ કેઓસ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સહ-નિર્માતાઓ રેઝર ફિલ્મ અને હૌટ એટ કોર્ટ છે.

અને તેને BFI અને BBC ફિલ્મ દ્વારા ધિરાણ આપવામાં આવ્યું છે.

યુકે એ નિયમિતપણે ઓસ્કાર માટે બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મો પસંદ કરે છે .

કારણ કે તે ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે જરૂરી છે.

 

 

સંતોષ ફિલ્મ એ શુ છે તેના વિશે બધું જાણીએ ?

સુરી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મ એક ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર છે.

આનો સારાંસ વાચતા જાણવા મળે છે .

“ગ્રામીણ ઉત્તર ભારતમાં, નવી વિધવા સંતોષને તેના સ્વર્ગસ્થ પતિની પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી વારસામાં મળે છે.

અને તે એક યુવાન છોકરીની હત્યાની તપાસમાં ફસાઈ જાય છે.

સંતોષ હવે નોમિનેશનની તક માટે વિશ્વભરની અન્ય ધણી ફિલ્મો સાથે લાપતા લેડીઝ સાથે સ્પર્ધા કરશે.

અંતિમ નામાંકન, જેમાં પાંચ ફિલ્મોનો સમાવેશ થશે, એકેડેમી દ્વારા જાન્યુઆરી 2025 માં જાહેર કરવામાં આવશે.

 

Read More : https://tv1gujarati.com/india-news

Share This Article