ખેડૂતો માટે રાહત: પ્રમાણપત્રના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય લીધો

By dolly gohel - author

ખેડૂતો માટે રાહત

ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત

પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા રાજ્ય સરકારે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. 

રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર, વર્ષ 1960થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની

તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય .

તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.

આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે.

એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.

 

ખેડૂતો માટે રાહત

read more : 

BARODA NEWS : વડોદરા પૂર પીડિતોને રાહત: કોંગ્રેસે વેરા મુક્તિનો મોરચો માંડ્યો

ખેતીને નવું જીવન આપવા માટે આવકારક નિર્ણય

રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે.

ત્યારે આ નિર્ણયના પરિણામે ખેતીને  પ્રોત્સાહન મળશે.

ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.

આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા.

એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે

કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી

થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે.

ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદવાની રહેશે.

આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.

 

read more : 

અંબાલાલ પટેલની વરસાદની વધુ એક ચોંકાવનારી આગાહી,ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશર, વરસાદ પડશે

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.