હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી માવઠું થવાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 29 ડિસેમ્બર
સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના છે.વર્ષ 2024ની વિદાઈ ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે થશે, એવી હવામાન નિષ્ણાંત પરેશ
ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું
કે 26થી 28 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં માવઠાના ઝાપટાં થવાની શક્યતાઓ છે. આ માવઠાના
ઝાપટાંઓ રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે. હવામાનની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે “રાજસ્થાન બોર્ડર પરના
ગામડામાં વધુ અસર જોવા મળશે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો
વરસાદ થવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના ઓછી છે.”પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યારે જોવા જઈએ તો
ઈશાનનું ચોમાસું છે, એ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે. એ સાથે ઉત્તર ભારતના પહાડો પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે.
આ તમામ પરિબળોને કારણે રાજસ્થાન અને મધ્ય ઉત્તર ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. જેમાં ભેજનું પરમાણ વધારે છે,
જે બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે.
READ MORE :
વડોદરા મેળાની દુર્ઘટના, બાળકો રાઇડમાંથી પડ્યા, બેની અટકાયત
વધુમાં તેમણે જણાવ્યું કે સૌથી વધારે આવતી કાલે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ વરસાદ થવાની સંભાવના છે.
જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તારના તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ થવાની સંભાવના છે. સાથે મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને
આવેલા વિસ્તારોમાં પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે. 27-28 ના રોજ પણ અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય છુટાછવાયા ઝાપટાની
શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની કોઈ ખાસ
સંભાવના નથી. કચ્છમાં એકલ દોકલ જગ્યાએ સામાન્ય છાંટા પડવાની સંભાવના છે.અગાઉ અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે પણ
આગામી બે દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની
સંભાવના છે. પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી
કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
READ MORE :
અટલજી મને એક માર્ગદર્શક, મિત્ર અને વડીલ બંને હતા. મને તેમને યાદ કરવામાં ગર્વ થાય છે – PM મોદી
કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી , ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના !