પેરિસ : ફ્રાંસની સંસદમાં, વડાપ્રધાન માઈકલ બર્નીયરની કેબિનેટ વિરૂદ્ધ અવિશ્વાસ
પ્રસ્તાવ બહુમતીથી પસાર થતાં બર્નીયરની કેબિનેટને ત્યાગપત્ર આપવાની ફરજ પડી
હતી. ફ્રાંસમાં ૬ દાયકા પછી બનેલી આવી આ બીજી ઐતિહાસિક ઘટના છે. આ પૂર્વે
૧૯૬૨માં સરકારને ત્યાગપત્ર આપવું પડયં હતું. ફ્રાંસની સંસદમાં અવિશ્વાસની તરફેણમાં
૩૩૧ મત પડયા હતા, જે જરૂરી એવા ૨૮૮ મત કતાં ૪૩ મત વધુ હતા. તેઓના પક્ષની
જ સરકારનું પતન થયું હોવા છતાં પ્રમુખ ઈમેન્જીય મેક્રોંએ તો હિંમતપૂર્વક જણાવ્યું હતું
કે તેઓ તો, ૨૦૨૭ સુધી પદ પર રહેવાના જ છે. (તેઓને ત્યાગપત્ર આપવાની સંવિધાન
પ્રમાણે જ જરૂર નથી.)આમ છતાં હવે કોને વડાપ્રધાન બનાવવા તેનો ગંભીર પ્રશ્ન
તેઓની સામે ઉપસ્થિત થયો છે. હવે, જુલાઈની ચૂંટણી પછી, બીજા વડાપ્રધાન
નિયુક્ત કરવાની બાબત તેઓ સમક્ષ આવી છે.જો કે, જુલાઈમાં યોજાયેલી ચૂંટણીના
અંતે,વિખંડિત સંસદ જ રચાઈ હતી, જેમાં કોઈ પણ પક્ષની સ્પષ્ટ બહુમતી મળી જ હતી.
વડાપ્રધાન, માઈકલ બર્નીયરની સરકારનાં પતન પછી પ્રમુખનાં કાર્યાલયે જણાવ્યું હતું કે
‘આજે રાત્રે પ્રમુખ ઈમેન્યુઅસ મેક્રો રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આથી વધુ વિગતો, ટીવી
કે રેડિયો પર સરકારે આપી ન હતી. દરમિયાન બર્નીયેર પોતાનું ત્યાગપત્ર રજૂ કરી જ દીધું હતું.
read more :10 દિવસ પછી કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત, બાપુએ મૌન તોડીને ચેતવણી આપી
સપ્ટેમ્બરમાં જ વડાપ્રધાન પદ સંભાળનારા બર્નીયર ટુંકામાં ટુંકા સમય સુધી
પદ પર રહેનારા વડાપ્રધાન બની રહ્યા છે. પોતાનું ત્યાગપત્ર રજુ કરતાં પૂર્વે
તેઓએ સંસદમાં આપેલાં વક્તવ્યમાં કહ્યું હતું કે, હું તમોને કહું છું કે, ફ્રાંસ અને
ફ્રાંસની જનતાને, આદર અને ગૌરવપૂર્વક સેવા કરવાની મને જે તક મળી તેને
હું બહુમાન માનું છું. પરંતુ, આ અવિશ્વાસનો પ્રસ્તાવ દરેક બાબતને, વધુ ગંભીર
અને વધુ મુશ્કેલ બનાવશે, તેની મને ખાતરી છે.આ અવિશ્વાસ પ્રસ્તાવનું કારણ
બર્નીયરનું સૂચિત અંદાજપત્ર છે. તેના વિરોધમાં જ બુધવારે જ આ પ્રસ્તાવ તૈયાર થઈ ગયો હતો.
ફ્રાંસની સંસદનું નીચલું ગૃહ ભારે, ત્રુટક બની રહ્યું છે. તેમાં કોઈપણ પક્ષને
સ્પષ્ટ બહુમતી મળી નથી. તેમાં ત્રણ મોટાં જૂથો છે.(૧) મેંક્રોના ‘સેન્ટિરિસ્ટ એવોઈઝ’
(૨) ‘ન્યુ પોપ્યુલર ફ્રન્ટ’ નામક ડાબેરી ગઠબંધન. (૩) ફાર રાઈટ (કટ્ટર જમણેરી) તેવી ‘
નેશનલ રેલ’ પાર્ટી. હવે ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી જૂથ છે. જ્યારે નેશનલ રેલી- પાર્ટી કટ્ટર
જમણેરી છે. આશ્ચર્ય તે છે તે, બર્નીયરને હટાવવા કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી સાથે
મળી ગયા હતા. તેનું કારણ બર્નીયરે હાથ ધરેલાં કઠોર કરકસરનાં પગલાં છે. ફ્રાંસ
ઉપર દેવાંનો ભારે મોટો બોજો છે. તેની બજેટ ડેપીસીટ (ખાધ) જીડીપીના ૬ ટકા
જેટલી થઈ ગઈ છે, જે વધીને ૭ ટકા થવાની ભીતિ છે. તેમાં વ્યાજદર વધુને વદુ ખાધ
ઊભી કરે છે. તેની બોન્ડ-માર્કેટની- બોરોઈંગ- કોસ્ટ વધતી રહી છે તેથી ૨૦૧૦-
૨૦૧૨માં ગીસની જે કફોડી હાલત થઈ હતી, તેની યાદ આવી રહી હતી.
ફ્રાન્સ
મેટ્રોપોલિટન ફ્રાંસ આયર્ન યુગ દરમિયાન સેલ્ટિક જાતિઓ દ્વારા સ્થાયી થયું હતું જે
51 બીસીમાં રોમે આ વિસ્તારને જોડ્યું તે પહેલાં ગૌલ્સ તરીકે ઓળખાય છે, જે એક
અલગ ગેલો-રોમન સંસ્કૃતિ તરફ દોરી જાય છે. પ્રારંભિક મધ્ય યુગમાં, ફ્રાન્કોએ
ફ્રાન્સિયાના રાજ્યની રચના કરી, જે કેરોલિંગિયન સામ્રાજ્યનું હાર્દ ભૂમિ બની ગયું.
843ની વર્ડુનની સંધિએ સામ્રાજ્યનું વિભાજન કર્યું, જેમાં પશ્ચિમ ફ્રાન્સિયા ફ્રાન્સના
રાજ્યમાં વિકસિત થયું. ઉચ્ચ મધ્ય યુગમાં, ફ્રાન્સ એક શક્તિશાળી પરંતુ વિકેન્દ્રિત
સામંતશાહી સામ્રાજ્ય હતું, પરંતુ 14મીથી મધ્ય 15મી સુધીસદીઓથી, ફ્રાન્સ ઇંગ્લેન્ડ
સાથેના વંશવાદી સંઘર્ષમાં ડૂબી ગયું હતું જેને હન્ડ્રેડ યર્સ વોર તરીકે ઓળખવામાં આવે છે.
16મી સદીમાં, ફ્રેન્ચ પુનરુજ્જીવન દરમિયાન ફ્રેન્ચ સંસ્કૃતિનો વિકાસ થયો અને ફ્રેન્ચ
સંસ્થાનવાદી સામ્રાજ્યનો ઉદય થયો. આંતરિક રીતે, હાઉસ ઓફ હેબ્સબર્ગ સાથેના
સંઘર્ષ અને કૅથલિકો અને હ્યુગ્યુનોટ્સ વચ્ચેના ફ્રેંચ વૉર્સ ઑફ રિલિજન દ્વારા ફ્રાન્સનું
વર્ચસ્વ હતું. ફ્રાન્સ ત્રીસ વર્ષના યુદ્ધમાં સફળ રહ્યું હતું અને લુઈ XIV ના શાસન
દરમિયાન તેનો પ્રભાવ વધુ વધાર્યો હતો.બીજી તરફ આર્થિક મુશ્કેલી તો છે
જ. જેની સમગ્ર યુરોપને પણ અસર સંભવ છે.બહુ જુની કહેવત છે : ‘વ્હેન ફ્રાંસ સ્નીઝીઝ, યુરોપ કેચીઝ કોલ્ડ’.
read more :Emerald Tyre Manufacturers IPO Day 1 : નોંધપાત્ર 15 ગણો બુકિંગ, GMP અને અન્ય મહત્વપૂર્ણ વિગતો
Ganesh Infraworld IPO allotment to be out soon : ઓનલાઇન સ્ટેટસ તપાસવા માટેની રીતો