અભ્યાસક્રમમાં ફેરફાર અને નવા પુસ્તકો ટૂંક સમયમાં
આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધો.1 થી 8માં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે.
જેથી 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે.
જ્યારે ધો.12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવુ પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવાશે. લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરીને સ્કૂલોમાં મોકલાશે.
ગુજરાતી, ગણિત,વિજ્ઞાન આ વિષય સહિત ના તમામ માધ્યમમાં પુસ્તક બદલાશે
કેટલાક એવા વિષયોમાં નવો કોર્સ લાગુ કરવામાં આવ્યો છે.
ધો.3 માં પર્યાવરણ તમામ માધ્યમમાં અને ધો. 6 માં વિજ્ઞાનનું પુસ્તક તમામ માધ્યમમાં બદલાશે.
ધો. 7 માં મરાઠી પ્રથમ ભાષાનું પુસ્તક મરાઠી માધ્યમમાં અને ધો.1 માં તથા ધો.2 માં ગુજરાતી વિષયનું પુસ્તક ગુજરાતી માધ્યમમાં બદલાશે.,tomorrows weather, todays weather,weather, Monsoon, gujarat weather news ,weather forecast, weather updates , gujarat weather forecast , gujarat weather updates, Gujarat Rain, IMD,હવામાન, આવતીકાલનું હવામાન, આજનું હવામાન, ચોમાસું 2024, ગુજરાત હવામાન સમાચાર, ચોમાસું 2024, હવામાનની આગાહી, હવામાન અપડેટ્સ, ગુજરાત હવામાનની આગાહી, ગુજરાત હવામાન અપડેટ્સ, ગુજરાત વરસાદ,
ધો.1 અને 2 માં ગુજરાતી દ્વિતિય ભાષાનું પુસ્તક અન્ય માધ્યમોમાં બદલાશે. આ ઉપરાંત ધો.12 માં અર્થશાસ્ત્રનું પુસ્તક આગામી વર્ષથી સ્કૂલોમાં નવુ ભણાવાશે.
હાલના પુસ્તકમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સરક્ષણ નામનું પ્રકરણ નવું ઉમેરાયુ છે. આમ ધો. 1 થી 8 માં 19અને ધો.12 માં એક સહિત કુલ 20 પુસ્તકો રદ કરીને આગામી વર્ષથી નવા ભણાવાશે.
નવા પુસ્તકો એ ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાશે તો જ આગામી વર્ષથી પુસ્તકો બદલાશે
ધો .3 અને 6 માં ગણિત તથા વિજ્ઞાન અને પર્યાવરણમાં એનસીઈઆરટી દ્વારા જો નવા પુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાશે તો જ આગામી વર્ષથી પુસ્તકો બદલાશે.
એનસીઈઆરટી દ્વારા ધો. 3 અને 6 માં બે વિષયમાં નવા પુસ્તકો લાગુ કરવામાં આવનાર છે. હાલ ધો.6 અને 7 માં દ્વિભાષી ભણાવાય છે.
Read More : https://tv1gujarati.com/entertainment-news