GANDHINAGAR NEWS : ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટરૂ IPS ની વરણી

By dolly gohel - author

 

 

GANDHINAGAR NEWS

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ

ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે.

વર્ષ 1993ની બેચના IPS અધિકારી નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી

હતી.નોંધનીય છે કે,  IPS અધિકારી નીરજા ગોટરૂ અમદાવાદમાં   ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની

શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક

પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,

આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.

ગુજરાત પોલીસમાં જોડવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. પોલીસમાં ભરતી અંગે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ

હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપી છે.

READ MORE :

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બ્રાસપાર્ટ વેપારી વ્યાજખોરોના ચુંગાલમાં

Savarkundla News: સાવરકુંડલામાં ભારતીય જનતા પાર્ટીના નેતા-વેપારીઓ પર હુમલો, પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.