Gold Price today
ભારતમાં સોનાની વર્તમાન કિંમત સ્થાન અને શુદ્ધતાના આધારે બદલાય છે.
દાખલા તરીકે, હરિયાણામાં, 22-કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ ₹7,195 છે, જ્યારે 24-કેરેટ સોનાની કિંમત ₹7,555 પ્રતિ ગ્રામ છે.
મુખ્ય શહેરોમાં સોનાના ભાવ: –
આગ્રા: ₹7,195 (22-કેરેટ), ₹7,555 (24-કેરેટ)
મુંબઈ: ઝવેરી અને સ્થાનના આધારે બદલાય છે
કોલકાતા: ઝવેરી અને સ્થાનના આધારે બદલાય છે
દિલ્હી: ઝવેરી અને સ્થાનના આધારે બદલાય છે
Gold Price today
સોનાના ભાવને અસર કરતા પરિબળો:
– વૈશ્વિક સોનાના ભાવ: આંતરરાષ્ટ્રીય બજાર દરોમાં વધઘટ સ્થાનિક ભાવોને અસર કરે છે
– ચલણ વિનિમય દરો: ચલણ મૂલ્યોમાં ફેરફાર, ખાસ કરીને INR વિ. USD, કિંમતોને પ્રભાવિત કરે છે
– માંગ અને પુરવઠો: સોનાના દાગીના, સિક્કા અને બારની સ્થાનિક માંગ કિંમતોને અસર કરે છે
– ફુગાવો અને વ્યાજ દરો: આર્થિક પરિસ્થિતિઓ ફુગાવા સામે હેજ તરીકે સોનાના મૂલ્યને અસર કરે છે
આ સપ્તાહે સોના-ચાંદિમા તેજી રહી
આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમા વધારો જોવા મળ્યો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ગયા શનિવારે એટલે કે,
21મી સપ્ટેમ્બરે સોનુ 74,093 રુપિયા પર હતુ, જે હવે (28 સપ્ટેમ્બર) પ્રતિ 10 ગ્રામ રુપિયા 75,640 પર પહોચી ગયુ છે.
એટલે કે આ અઠવાડિયે તેની કિમત 1,547 રુપિયા વધી છે.
ચાંદીની વાત કરીએ તો ગયા શનિવારે તે 88,917 રુપિયા પર હતી, જે હવે 91,448 રુપિયા પ્રતિ કિલો પર પહોચી ગઈ છે.
આ અઠવાડિએ તેની કિમત 2,531 રુપિયા વધી છે. આ વર્ષે 29 મેના રોજ ચાંદી પ્રતિ કિલો 94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોચી છે.
દેશમાં લગ્નસરાની સીઝન શરૂ થતાં પૂર્વે અને સોનાના રેકોર્ડ ભાવ છતાં સોનાની
માંગમાં આવેલી મોટી વૃદ્વિ સાથે સોનાની ભારતની આયાતમાં જંગી વધારો થયો છે.
દેશના વિવિધ ભાગોમાં પાછલા કેટલાક સપ્તાહોથી જવેલરીની ખરીદી પણ વધી રહી છે.
હવે નવેમ્બરમાં દિવાળી સાથે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના લગ્નની સીઝન હોવાથી પણ માંગમાં વૃદ્વિનો અંદાજ મૂકાઈ રહ્યો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબલ્યુજીસી)ના ભારત ખાતેના રીજીયોનલ સીઈઓ સચિન જૈનનું કહેવું છે કે,
સરકારની સકારાત્મક ગોલ્ડ પોલીસીના પગલાંની સ્થાનિક સોનાની બજાર પર પોઝિટીવ અસર જજોવાઈ છે.
આ ફેરફારોથી વર્ષ ૨૦૨૪ના બીજા અર્ધવાર્ષિકમાં સોનાની માંગમાં ૫૦ ટન અથવા એથી વધારો થવાની શકયતા છે.
આમ આ વર્ષમાં સોનાની આવશ્યકતા ૭૫૦ ટનથી ૮૫૦ ટન વચ્ચે રહેવાનો અંદાજ છે.
હાલ જોયે તો 22 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામના 7,195 રુપિયા છે.
જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામના 7,555 રુપિયા છે.