Gold Price Today : સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, 1250 રૂપિયા મોંઘું

By dolly gohel - author

Gold Price Today 

સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંનેમાં સતત વધારો થઈ રહ્યો છે.

વાસ્તવમાં દક્ષિણ કોરિયા અને સીરિયામાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલના કારણે સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

છેલ્લા બે દિવસ અને આજના મંગળવારનો પણ સમાવેશ કરવામાં આવે તો સોનાના ભાવમાં રૂ.1,250થી વધુનો વધારો જોવા મળ્યો છે.

વિદેશી બજારોમાં સોનું $2,700ની નજીક પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ડૉલર ઇન્ડેક્સ 106 ના સ્તરથી પાર ટ્રેડ થઈ રહ્યો છે.

નિષ્ણાતોના મતે રોકાણકારોફેડની બેઠકની રાહ જોઈ રહ્યા છે. જે બાદ સોનાની કિંમતમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે.

ચાલો જાણીએ કે વર્તમાન સમયમાં સોનાની કિંમતમાં કેટલો વધારો જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં સારી તેજી જોવા મળી રહી છે.

સતત ત્રીજા કારોબારી દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સવારે 9.45 વાગ્યે સોનાનો ભાવ 244 રૂપિયાના વધારા સાથે 77,730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

જ્યારે એક દિવસ પહેલા સોનાનો ભાવ 77,486 રૂપિયા જોવા મળ્યો હતો.

જો કે મંગળવારે સોનું રૂ.77,551 સાથે ખુલ્યું હતું.

5 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1,254 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે સોનાએ રોકાણકારોને 1.64 ટકાનો નફો કરાવી દીધો છે.

 

 

READ MORE : 

Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, મજબૂત ડોલર અસર

ચાંદીના ભાવમાં પણ થયો વધારો: નવી સંભવનાઓ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીમાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

સવારે 9.50 વાગ્યે ચાંદીની કિંમત 133 રૂપિયાના વધારા સાથે 95,330 રૂપિયા પ્રતિ

કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી 95,359 રૂપિયાની

દિવસની ટોચે પણ પહોંચી. જ્યારે એક દિવસ પહેલા ચાંદીની કિંમત 95197 રૂપિયા

પ્રતિ કિલો જોવા મળી હતી. આજે સવારે ચાંદી રૂ.95,119 પર ખુલી હતી. જોકે, 5

ડિસેમ્બરથી ચાંદીના ભાવમાં રૂ. 2,935નો વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આંકડાઓ

અનુસાર, કૉમેક્સ પર ગોલ્ડ ફ્યુચર 10 ડૉલર પ્રતિ ઔંસની તેજી સાથે 2,695.80 ડૉલર

પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડના સ્પોટના ભાવ 11.37 ડૉલર પ્રતિ ઔંસની તેજી

સાથે 2,671.67 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો સિલ્વર

ફ્યુચર 0.15 ટકાની તેજી સાથે 32.66 ડૉલર પ્રતિ ઔંસ પર છે. જ્યારે સિલ્વર સ્પોટના

ભાવ 0.63 ટકા વધારા સાથે 32.03 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા છે.

READ MORE : 

AHMEDABAD NEWS: ગુજરાત ભાજપમાં ભડકો: દિલ્હીથી નિયમો પર આવ્યો મોટો આદેશ

મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તાર વિલંબ, ભાજપ-શિવસેના વચ્ચે સરકારના કામકાજ પર અસર

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.