અમદાવાદ તથા મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તજી આગળ વધી હતી.
જો કે આરંભમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા ખુલ્યા પછી બપોર પછી સહેજ ઘટયાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં ઐતિહાસિક તેજી આર્ગળ વધતાં નવા ઉંચા રેકોર્ડ ભાવ દેખાયાના સમાચાર હતા.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૭૦૦ ઉછળી
રૂ.૮૧ હજારની સપાટી કુદાવી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૫૦૦ બોલાતા થયા હતા.
જો કે અમદાવાદ ચાંદીના ભાવ જે વધી મંગળવારે કિલોદીઠ રૂ.એક લાખ બોલાયા હતા તે આજે રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૯ હજાર બોલાયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવુ ઔંશદીઠ ૨૭૩૬થી ૨૭૩૭ પાર કરી ભાવ ૨૭૫૮થી ૨૭૫૯ સુધી પહોંચી
૨૭૫૦થી ૨૭૫૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોનામાં ફંડો એક્ટીવ રહ્યા હતા. વિશ્વ બજાર
પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં સોનામાં રેકોર્ડ તોફાન ચાલુ રહ્યું હતું.
વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ
જોકે વિશ્વ બજારમાં ચાંદીમાં તેજી આગળ વધી રહતી વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના રૂ.૩૪.૪૪થી
૩૪.૪૫ વાળા ઉંચામાં ૩૪.૯૦થી ૩૪.૯૧ થયા પછી ૩૪.૫૦થી ૩૪.૫૧ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૮૩૭૨ વાળા રૂ.૯૯૧૫૧ ખુલી રૂ.૯૮૮૬૨ રહ્યા હતા.
મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૯૩૮ વાળા રૂ.૭૮૩૮૮ થઈ રૂ.૭૮૩૭૭ રહ્યા હતા
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૨૫૧ વાળા રૂ.૭૮૭૦૩ થઈ રૂ.૭૮૬૯૨ રહ્યા હતા. મુંબઈ
સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
Read More : Banaskantha News:શું છેલ્લી ઘડીની ઉમેદવારોની જાહેરાત વાવમાં કોંગ્રેસની રમતને બદલી શકે છે?
ક્રૂડતેલના ભાવ આજે વિશ્વ બજારમાં વધતા અટકી ફરી નીચા ઉતર્યા
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૧૬થી ૧૦૧૭ વાળા ઉંચામાં ૧૦૩૯થી ૧૦૪૦ થઈ ૧૦૩૪થી ૧૦૩૫ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૦૭૮થી ૧૦૭૯ વાળા ઉંચામાં ૧૦૮૫થી ૧૦૮૬ થઈ નીચામાં ભાવ
૧૦૭૦ થઈ ૧૦૭૧થી ૧૦૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૯ ટકા ઘટયા હતા.
દરમિયાન, ક્રૂડતેલના ભાવ આજે વિશ્વ બજારમાં વધતા અટકી ફરી નીચા ઉતર્યા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૮૮ વાળા ઉંચામાં ૭૬.૦૫ થયા પછી ગબડી નીચામાં ૭૪.૪૨ થઈ ૭૪.૭૫ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ ૭૧.૨૬ વાળા ઉંચામાં ૭૧.૭૨ તથા નીચામાં ૭૦.૧૩ થઈ ૭૦.૪૮ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૬થી ૧૭ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.
આવો સ્ટોક ૩ લાખ બેરલ્સ વધવાની અપેક્ષા બજારમાં રખાતી હતી પરંતુ તેના બદલે સ્ટોકમાં વિશેષ વૃધ્ધી થતાં
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી પીછેહટ બતાવતા જોવા મળ્યા હતા.
Read More : Gujarat News : ચાર દિવસની જાહેર રજા : સરકારી કર્મચારીઓ માટે દિવાળીના ઉત્સવનો આનંદ