Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં વધારો, આયાત ખર્ચ વધ્યો કારણ કે રૂપિયાનો ઘસાર

By dolly gohel - author

Gold Price Today 

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા.

વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ

જણાવ્યું હતું. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધતાં તથા ડોલર ઈન્ડેક્સ  ઇંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૯૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૮૮ હજાર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ૨૬૧૬થી ૨૬૧૭ વાળા વધી ૨૬૩૦ થઈ ૨૬૨૫થી ૨૬૨૬ ડોલર રહ્યા હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૯.૬૬થી ૨૯.૬૭ વાળા ઉંચામાં ચાંદીના ભાવ ૨૯.૭૬ થઈ ૨૯.૬૯થી ૨૯.૭૦ ડોલર રહ્યા હતા.

સોના-ચાંદીના  ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે.

વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ ચાલુ છે.

શુક્રવારે સોનું વધીને રૂ. 76336 પ્રતિ 10 ગ્રામ થયું હતું જે અગાઉના રૂ. 75874ના બંધ ભાવની સામે હતું.

જ્યારે ચાંદીની કિંમત રૂ. 87511 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ વધીને રૂ. 88040/ કિલો થઈ હતી.

આવો જાણીએ તમારા શહેરમાં 23 કેરેટ, 22 કેરેટ, 18 અને 14 કેરેટની નવીનતમ કિંમત શું છે ?

 

 

Gold Price Today

READ MORE : 

Unimech Aerospace IPO day 3 : GMP અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ જાણો, શું તમારે અરજી કરવી જોઈએ?

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૭૦૦ વાળા

રૂ.૭૬૦૩૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૬૦૦૦  વાળા રૂ.૭૬૩૩૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૬૫૦ વાળા રૂ.૮૮૦૪૦ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૯૩૭ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા.

કોપરના વૈશ્વિક ભાવ ૦.૬૨ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં આગેકૂચ જોવા મળી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૪.૦૪ ડોલર થઈ ૭૩.૯૭ ડોલર રહ્યા હતા. ચીનમાં સ્ટીમ્યુલ્સના નિર્દેશો હતા.

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૨ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ  ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

આના પગલે ક્રૂડતેલમાં તેજીને પીઠબળ મળ્યાની ચર્ચા હતી.તમામ કેરેટ સોનાના  હોલમાર્ક નંબર અલગ-અલગ હોય છે.

ઉદાહરણ તરીકે 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

આ તેની શુદ્ધતામાં કોઈ શંકા છોડતું નથી.

કેરેટ સોનું એટલે 1/24 ટકા સોનું, જો તમારી જ્વેલરી 22 કેરેટની હોય તો 22 ને 24 વડે ભાગીને તેને 100 વડે ગુણાકાર કરો.

READ MORE : 

Delhi Police : દિલ્હી પોલીસે 11ની ધરપકડ કરી, 1000થી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટની ઓળખ કરી

અટલજી મને એક માર્ગદર્શક, મિત્ર અને વડીલ બંને હતા. મને તેમને યાદ કરવામાં ગર્વ થાય છે – PM મોદી

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.