Gold Price Today
મહિનાના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે.
શનિવારે સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે 22 કેરેટ સોનાની કિંમતમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે.
દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,800 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 79,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
એક કિલો ચાંદીનો ભાવ 96,900 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે.
સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?
ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈથી સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.
મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિની જાહેરાતથી ડોલરને ટેકો મળ્યો છે.
જેના કારણે બુલિયન માર્કેટમાં નબળાઈ આવી હતી.
આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડાને મુલતવી રાખવાની અટકળોને કારણે પણ સોનાની માંગ નબળી પડી છે.
વૈશ્વિક બજારમાં વધતા આર્થિક દબાણ અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
Gold Price Today
દિલ્હી-મુંબઈમાં સોનું સસ્તું થયું
દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે.
અહીં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79.740 રૂપિયા હતો.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,9800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે.
મુંબઈમાં, 22 કેરેટ સોનાનો ભાવ 79,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 86,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ચાંદીનો ભાવ
1 માર્ચ 2025 ના રોજ ચાંદીનો ભાવ 96,900 રૂપિયા પ્રતિ કિલો હતો.
ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે.
READ MORE :
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં 200-300 યુનિટ વીજળી મફત મળશે? કનુભાઈ દેસાઈએ આપ્યું નિવેદન
સોનાનો ભાવ એ કેવી રીતે નકકી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે.
જેમ કે વિદેશી બજારના ભાવ, સરકારી ટેક્સ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ફેરફાર જેવા પરિબળો સોનાના ભાવ પર અસર કરે છે.
સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ પણ છે.
ખાસ કરીને લગન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે, જેના કારણે તેની કિંમત પણ વધવા લાગે છે.
હાલમાં દેશમાં લગન ની મોસમ ચાલી રહી છે.
READ MORE :
Gold Price Today : ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થયો , જાણો આજનો લેટેસ્ટ રેટ
ગુજરાત બોર્ડ : ધોરણ 10-12 ની પરીક્ષા શરૂ, 14.28 લાખ વિદ્યાર્થીઓના માટે ST દ્વારા ખાસ સુવિધાઓ