Gold Price Today
સોનું આજે 87,200 રૂપિયાને પાર કરી ગયું છે. બજેટ પછી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ડોલર સામે રૂપિયાના નબળા પડવા અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે.
આજે સોમવાર 11 ફેબ્રુઆરીના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે.
24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો વધારો થયો છે.
દેશના મોટાભાગના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 87,200 રૂપિયાથી ઉપર છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં 10% નો વધારો જોવા મળ્યો છે .
અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો દિવાળી સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹ 1,00,000 ના સ્તરને પાર કરી શકે છે.
અમેરિકામાં ટ્રમ્પના ‘ટ્રેડ વોર’, ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે.
દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
આજ રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનામાં લગભગ 400 રૂપિયાનો વધારો થયો છે.
અહીં ભાવ 87,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 87,070 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 79,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ
થઈ રહ્યો છે.
સોનાના ભાવ વધવાના મુખ્ય કારણો શુ છે ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કર્યા પછી વૈશ્વિક ટ્રેડ વોરનો ભય
વધી ગયો છે.
આનાથી રોકાણકારોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે, અને તેઓ સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે.
આ ઉપરાંત, શેરબજારમાં અસ્થિરતા અને વૈશ્વિક મંદીના ભયને કારણે, રોકાણકારો સોનાને એક સલામત રોકાણ તરીકે પણ જોઈ રહ્યા છે.
જેના કારણે તેની માંગ અને ભાવમાં વધારો થયો છે.
ડોલરની મજબૂતાઈ અને રૂપિયાના નબળા પડવાને કારણે ભારતમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારત સોનાનો મોટો આયાતકાર હોવાથી, રૂપિયામાં નબળાઈને કારણે આયાત મોંઘી થઈ જાય છે.
જેના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થાય છે.
ઉપરાંત, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં સંભવિત ફેરફારો અંગેની અટકળોને કારણે, રોકાણકારોએ સોનામાં રોકાણ વધાર્યું છે.
જેના કારણે તેની કિંમત નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
READ MORE :
Gold Price Today : સોનાના ભાવમાં ઘટાડો ,ચાંદીમાં પણ ₹100 નો ઘટાડો થયો જાણો આજના લેટેસ્ટ ભાવ
ભારતમાં આજે ચાંદી નો ભાવ
નવી ટેરિફ વોર સફેદ ધાતુની ઔદ્યોગિક માંગને પાટા પરથી ઉતારી શકે છે .
તેવી ચિંતાને કારણે મંગળવારે શરૂઆતના વેપારમાં ચાંદીના ભાવ ₹100 ઘટીને ₹99,400 પ્રતિ કિલો થયા હતા.
ચાંદી 1,00,000 રૂપિયા સુધી પહોંચવામાં માત્ર થોડી જ દૂર છે.
જોકે જ્વેલર્સ અને સિક્કા ઉત્પાદકોની સ્થાનિક માંગે તેના નુકસાનને મર્યાદિત કર્યું હતું.
મંગળવારે પ્રારંભિક એશિયાઈ વેપારમાં હાજર ચાંદી 0.78% ઘટીને $31.79 પ્રતિ ઔંસ થઈ હતી.
READ MORE :
Gold price Today : બજેટ પહેલા સોનાના ભાવમાં તેજી , ભાવમા ₹1000નો ઉછાળો , જાણો આજના લેટેસ્ટ રેટ
H-1B વિઝા 2025 : અરજી કરવાની નવી તારીખો જાહેર , ફી અને પ્રક્રિયા વિશે જાણો

