ગ્રાહકો માટે ખુશખબર
અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરી રહી છે.
ત્યારે હવે પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે.
અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે.
દૂધના ભાવમાં ઘટાડો કરતા દૂધની બનાવટોમાં પણ ભાવ ઘટે તેવી લોકોને આશા છે.
આ સાથે જ અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં કરાયો ઘટાડો થયો છે.
અમૂલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે. વાસ્તવમાં અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે.
આજે અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરાયો છે.
READ MORE :
સરકારનો ઐતિહાસિક નિર્ણય : ‘નો ડિટેન્શન પોલિસી’નો અંત, શિક્ષણના ધોરણમાં સુધારો અપેક્ષિત
ગ્રાહકો માટે ખુશખબર
અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં કરાયો ઘટાડો થયો છે.
આ તરફ હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો જે હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે.
સાથે જ અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 હતો જે હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 થયો છે.
અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 હતો જે અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 થયો છે.
મહત્વનું છે કે, અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો થયો છે.
આ ઉપરાંત અમૂલ સંગ્રહ કેન્દ્રો પર દૂધ પહોંચાડતા ખેડૂતો માટે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
READ MORE :
મનમોહન સિંહનાં સ્મારક અંગેનો વિવાદ હવે સમાપ્ત થશે! આ સ્થળે સ્મારક બનશે, જે આપણું ગૌરવ વધારશે
નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં
દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?