19 મહિનાની મણિપુર હિંસા અટકાવવામાં સરકાર નબળી, આરએસએસના આકરા શબ્દો

By dolly gohel - author

19 મહિનાની મણિપુર હિંસા 

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે.

છેલ્લા ૧૫ દિવસથી હિંસાનીઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે.

એવામાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસએ એક નિવેદન જાહેર કરીને મણિપુરની હિંસાની ટિકા કરી છે.

સંઘના મણિપુર યુનિટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે

કે અત્યંત દુ:ખદ બાબત છે કે ગયા વર્ષે ૩ મેના રોજ શરૂ થયેલી હિંસાને ૧૯ મહિના વીતી ગયા હોવા છતા હજુ સુધી તેનો કોઇ નિકાલ લાવવામાં

નથી આવ્યો.

સંઘ ઉપરાંત ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું

કે કેન્દ્ર સરકાર અને રાજ્ય એમ બન્ને સરકારો શાંતિ અને સલામતિની પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે.

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)એ એક નિવેદન જાહેર કરીને મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસા અને ઉગ્રવાદીઓ દ્વારા

નાગરિકોની હત્યાની ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને શાંતિ સ્થાપિત કરવા તમામ યોગ્ય પગલા લેવા કહ્યું હતું.

સંઘના મણિપુર યુનિટ દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મણિપુરમાં ૧૯ મહિનાથી હિંસા ચાલી રહી છે.

જે અત્યંત દુ:ખદ અને ખેદજનક છે.

 

READ MORE :

Mikey Madison : 25-વર્ષીય અભિનેત્રી ‘અનોરા’ માં એક પ્લકી સ્ટ્રિપર તરીકે તેના સ્ટાર ટર્ન માટે ઓસ્કારની હકારમાં નૃત્ય કરી રહી છે.

19 મહિનાની મણિપુર હિંસા

ઇમ્ફાલની શિક્ષણ સમિતિઓ બંધ, ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

તાજેતરની હિંસામાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

મહિલાઓ અને બાળકોની ઘાતકી રીતે કરાયેલી હત્યાની આકરી ટિકા કરવામાં આવે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે ખરેખર ગંભીર પગલા લેવાની જરૂર છે.

જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના મણિપુર યુનિટ દ્વારા પણ એક નિવેદન જાહેર કરાયું હતું

અને જણાવાયું હતું કે  બન્ને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડી છે.

ઝિરીબાનમાં બાળકો, મહિલાઓની હત્યા, પોલીસ-સૈન્ય દળો પર હુમલા અત્યંત દુ:ખદ છે.

જો સમયસર પગલા લેવામાં આવ્યા હોય તો છ નિર્દોષ નાગરિકોનો જીવ બચાવી શકાયો હોત.

પ્રશાસન પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. મણિપુરના ઝિરીબાનમાં ૧૧ કૂકી ઉગ્રવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

જે બાદ કૂકી ઉગ્રવાદીઓએ મૈતેઇ સમૂદાયના કેમ્પ પર હુમલો કરીને છ લોકોનું અપહરણ કરી તેમની હત્યા કરી નાખી હતી.

જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

આ ઘટના બાદ મણિપુરમાં ફરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે.

સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુર મુદ્દે બેઠક યોજી હતી.

જ્યારે કેન્દ્ર સરકારે સીએપીએફની વધુ ૫૦ કંપનીઓ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉ ૨૦ કંપનીઓ તૈનાત કરાઇ હતી.

સાથે જ કેન્દ્રના આદેશ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરની હિંસાના ત્રણ કેસોની તપાસ પોતાના હાથમાં લીધી છે.

જેમાં છ નિર્દોષ નાગરિકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.

 

 

પોલીસ ગોળીબાર: વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકનું મોત

મણિપુરમાં તાજેતરની હિંસાને પગલે વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે.

એવામાં ઝિરીબાન જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે એક નાગરિક ઘવાયો હતો.

આ ઘટનાના પગલે મુખ્યમંત્રી એન બિરેનસિંહે ઇમ્ફાલમાં તમામ બિનકોંગ્રેસી ધારાસભ્યોની સાથે બેઠક યોજી હતી.

જોકે આ બેઠકમાં સરકારને આપેલો ટેકો પાછી ખેંચી લેનારા પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્યોએ સામેલ ના થવાનો નિર્ણય લીધો હતો.

બીજી તરફ ઇમ્ફાલમાં કરફ્યૂને તોડીને મણિપુર અખંડતા સમ્નવય સમિતિએ સરકારી કાર્યાલયોને તાળા મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કરફ્યૂ લાગુ કરાયો છે.

સાથે જ અહીંની તમામ સ્કૂલો અને કોલેજોને ૧૯મી તારીખ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે.

સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી હતી જેનો સમયગાળો વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

 

READ MORE :

દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જતા પહેલાં ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

Zinka Logistics Solution IPO day 3: GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસની સમીક્ષા

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.