રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પુરૂ
પાડવામાં આવે છે. ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને
લઇને અવાર-નવાર ફરિયાદો જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર અનાજમાં
થતી મિલાવટને અટકાવવા અને સારી ક્વાલિટીનું અનાજ મળી રહે તે
માટે મહત્વનો નિર્ણય લેવા જઇ રહી છે. સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું
બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે. ત્યારે અહીં સૌથી
મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજીંગ અનાજ વિતરણ ભેળસેળ અટકી જશે.
શું ડુપ્લીકેટ પેકેજીંગ સંભાવનાઓ નથી? ભેળસેળને અટકાવવા માટે
માત્ર પેકેજીંગ અનાજ વેચવાથી અટકાવી શકાય?
READ MORE :
Vivo T4x: 200MP કેમેરા, 6000mAh બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથેનો ટૂંક સમયમાં આવનાર સ્માર્ટફોન !
આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના
ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ક્વોલિટીનું મળે. તેમાં કોઇપણ પ્રકારની
ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી
રહી છે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવા આવશે. આગામી
બજેટમાં અનાજના પેકેજીંગ કરવા માટેની રકમની જોગવાઇ કરવામાં આવશે.
હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જેથી
ઘણીવાર અનાજની ક્વોલિટીને લઇને ફરિયાદો જોવા મળી છે. અનાજ બદલી
નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ,
કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની
જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી. રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા ચાર
વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ
કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે 675 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.
READ MORE :