GSRTC કરશે નવો પ્રારંભ : અમદાવાદથી પ્રયાગરાજના પ્રવાસ માટે વોલ્વો બસ સેવાની શરૂઆત

GSRTC કરશે નવો પ્રારંભ

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્ય અનુભવી રહ્યા છે.

પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ

દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.

શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે, તમામ વિભાગો એ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કરાયો છે.

આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેવું સરકાર દ્વારા જણાવાયું છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ રાત ચાર દિવસનું પેકેજ હશે. ₹8100 ભાડું રાખવામાં આવ્યું છે.

 

READ MORE :

PM મોદી ફરી ગુજરાત પ્રવાસે : ગુજરાતમાં બે દિવસ દરમિયાન કેટલાય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે

 

GSRTC કરશે નવો પ્રારંભ

જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી , ધ્યાન રાખીને ટીકીટ બુક કરવાની રહેશે.

આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે.

હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે. રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે.

આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.

27 જાન્યુઆરીના  રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.

અમદાવાદથી પ્રયાગરાજનું લાંબુ અંતર હોવાથી શિવપુરીમાં એક રાત્રિ રોકાણ કરવામાં આવશે.

પ્રયાગરાજમાં ભોજન માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે અથવા તો ભંડારા ચાલતા હોય છે તેનો લાભ ઉઠાવી શકો છો.

 અમદાવાદથી રોજની એક વોલ્વો બસ ચલાવવામાં આવશે.

પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

READ MORE :

GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી

વિદેશ જનારા માટે મહત્વપૂર્ણ સુચના, સરકાર પાસપોર્ટ નિયમોમાં લાવશે ફેરફાર જાણો પાસપોર્ટ ના નવા નિયમો

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન : ટ્રમ્પે રશિયાનું સમર્થન કર્યું, પુતિનના વચન પર વિશ્વાસ વ્યક્ત કર્યો

Share This Article