ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના
જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે.
તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની એક મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી.
જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. જે તારીખ ગુજરાત બોર્ડ દ્વારા લંબાવવામાં આવી છે.
હવે આગામી 7 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે.
જે માટે વધુ માહિતી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે.
ર વર્ષ કરતાં આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાની છે.
આગામી ફેબ્રુઆરી માસના અંતમાં ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાવાની છે.
આ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં પોતાની કારકિર્દી બનાવવી છે તેઓ માટે ગુજકેટની પરીક્ષા લેવાતી હોય છે.
ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ડિસેમ્બર માસની શરૂઆતથી જ ચાલી રહી છે.
પરીક્ષાના પ્રવેશના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી છે.
ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 23 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.
જે માટે ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ હતી. જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી હતી.
પરંતુ બોર્ડ દ્વારા હવે વધારાના 7 દિવસ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ફાળવ્યા છે.
એટલે કે હવે આગામી 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના
READ MORE :
Nadiad : અરેરામાં કેમિકલ ભરેલા બે ટેન્કરનો અકસ્માત: એકનું મોત, બે ઇજાગ્રસ્ત
વર્ષ 2017થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
જેના પગલે વર્ષ 2025માં રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તેમજ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટે સાયન્સ ગ્રુપના ગ્રુપ એ,
ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચે લેવાશે. અંદાજે સવા લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
ગુજકેટના ફોર્મ ભરવાની સૂચના અને માહિતી પુસ્તિકા ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
જેથી વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.
ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકે છે. પરીક્ષા માટેની ફી 350 રુપિયા ભરવાની નક્કી કરાઈ છે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે ભૌતિક વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો તેમજ રસાયણ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો એમ કુલ 80 ગુણના
80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય, જ્યારે જીવ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય તેમજ ગણિત વિષયના 40 ગુણના
40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.
આ ઉપરાંત ગુજકેટની પરીક્ષાની વિગતો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાની વિગતવાર માહિતી ઓનલાઈન
રજિસ્ટ્રેશનની સૂચનાઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ gujcet.gseb.org પર મૂકી છે.
READ MORE :
આજથી નાણાંકીય વ્યવહારોમાં નવા ફેરફારો અમલમાં આવી રહ્યા છે, નિયમ બદલાવથી સૌને ફાયદો થશે!
દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?
સરકારનો ઐતિહાસિક નિર્ણય: ‘નો ડિટેન્શન પોલિસી’નો અંત, શિક્ષણના ધોરણમાં સુધારો અપેક્ષિત