ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી
ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા
માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત
લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે,
50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.
નોંધણી કરાવનાર ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળે તેવું આયોજન કરાયું છે.
ખેડૂત નોંધણી કરાવનાર ખેડૂતને આગામી સમયમાં પીએમ કીસાન યોજના જેવી યોજનાઓનો લાભ મળશે.
ખેડૂત નોંધણી કરાવવા માટે 25 નવેમ્બર 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નોંધણીનો સમય વધારવામાં આવ્યો છે.
અગાઉ પણ ગુજરાતને 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી રૂપિયા 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
નોંધણી કરાવવા થી ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળશે
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે.
જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર
સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે.
ભારત સરકારની સૂચના મુજબ ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી એ આગામી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
નોંધણી પ્રક્રિયા મા નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં 74 ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
જ્યારે, 71 ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને 66 ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે.
આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ 63-63 ટકા ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.
ગુજરાતને મળશે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે.
ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’
તરીકે રૂ. 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. અગાઉ પણ ગુજરાતે 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા
ભારત સરકાર તરફથી રૂ. 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના
વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવે છે.
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી
READ MORE :
કેન-બેતવા નદી જોડાણ યોજનાની શરૂઆત , ગુજરાતની જળ સુરક્ષામાં નવું અધ્યાય !
ખેડૂત રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
બોટાદના ખેડૂતો સેલ્ફ અથવા નજીકનાં CSC સેન્ટર પર જઈને ખેડૂત નોંધણી કરાવી શકશે.
25 નવેમ્બર 2024 બાદ બોટાદ જિલ્લામાં બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોરતથા કોમન સર્વિસ
સેન્ટર નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સિવાય ખેડૂતો ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે.
ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઈલ એપ્લીકેશન દ્રારા ઘરે બેઠા જાતે પણ નોંધણી કરાવી શકશે.
ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર, 8-અના ઉતારાની નકલ,
7-12ના ઉતારાના નકલની સાથે રાખવાની રહેશે.
ખેડૂતો ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ રજિસ્ટ્રેશન પ્રકિયા નિઃશુલ્ક છે.
રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર કે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે.
સીટી વિસ્તાર માટે સીટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
READ MORE :
ખેડૂતો માટે નવા વર્ષની ભેટ : સરકાર દ્રારા ફર્ટિલાઈઝર પર સબસિડી આપવાની જાહેરાત
નવા વર્ષના પ્રથમ દિવસે CNGના ભાવમાં વધારો , આ ભાવ વધારો એ આમ આદમી ના બજેટ પર કઈ રીતે અસર કરશે ?
ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ : કન્યાકુમારીનો આ ગ્લાસ બ્રિજ શા માટે જોવાનું આકર્ષણ બન્યુ છે ?