ગુજરાત સરકારની નવી જાહેરાત : કઈ શ્રેણીના સરકારી કર્મચારીઓને હવે મુસાફરી ભથ્થું નથી મળશે?

By dolly gohel - author
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે.

ગુજરાત સરકારની નવી જાહેરાત

ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે.

હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે.

ગુજરાત સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે નવા નિર્ણયો લઈ રહી છે.

સામાન્ય રીતે પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું

ચૂકવાતું હતું.

જો કે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર એ મહેસૂલ વિભાગે રદ કર્યો છે.

હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું  ચુસ્તપણે પાલન કરવું પડશે.

કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે.

આ વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની એક્ચ્યુઅલ કિંમત તેમજ દૈનિક ભથ્થુ આપવામા આવશે.

 

ગુજરાત સરકારની નવી જાહેરાત 

પરિપત્ર મા શુ જણાવવામા આવ્યુ છે ?

સરકારે જાહેર કરાયેલા પરિપત્ર મા જણાવ્યુ છે કે , મહેસૂલ વિભાગની હેઠળ ની જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને

મામલતદારો સરકારી ખર્ચ ખાતે ફાળવવામા આવલ પેટ્રોલ ડિઝલ એ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થુ ચૂકવવામા આવે છે.

પેટ્રોલ ડિઝલ ના ભાવોમા વધારો થતા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકારશ્રી બરા પ્રાંત અધિકારી અને

મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કલમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦૧/૦૧/૨૦૨૨ના

ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.

 

READ MORE :

 

ગુજરાત મ્યુનિસિપલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે આદરપૂર્વક આરંભ કર્યો

 

ઠરાવ શુ છે ?

કાળજી પૂર્વકની પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વંચાણે લીધા કલમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૧/૨૦૨૨ નો ઠરાવ રદ કર્યો છે.

તેની જગ્યાએ પ્રાંત અધિકારી અને મામલતદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો

થતો હોય છે.

તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુક આધારીત વાહનનો ઉપયોગ કરવા આથી ઠરાવવામાં આવે છે.

આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાની બર્ચ

ચુકવવાનો રહેશે.

લોગબુક આધારીત વાહનોના ઉપયોગ માટે ગુજરાત મુલ્કી સેવાનિયમો, ૨૦૦૨ તથા તેને બાધિન સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી

વખતે જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

આ ઠરાવ પ્રસિધ્ધ થયાની કઈ તારીખથી અમલમા આવશે 

આ ઠરાવ એ વિભાગની સરખા ક્રમાંકની ઈ-સરકારમાં રજૂ કરેલ ફાઈલ ઉપર સરકારની તા.૨૩/૦૧/૨૦૨૫ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે

બહાર પાડવામા આવે છે.

 

READ  MORE :

 

ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

5મી ફેબ્રુઆરીએ પીએમ મોદીની મહાકુંભ મુલાકાત, સંગમમાં શ્રદ્ધાની ડૂબકી અને અન્ય કાર્યક્રમો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.