વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં સરકારનો ઘટાડો, જાણો ગુજરાતીઓ માટે કેટલો લાભદાયક

By dolly gohel - author

વીજળીના યુનિટ દીઠ 

સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

વર્ષના અંતે રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા હતા. જેમાં સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે.

આ ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું. ત્યારે જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ થશે.

ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને 1 હજાર 120 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

ગાંધીનગરથી ઉર્જા મંત્રી કનુ દેસાઈનુ નિવેદન સામે આવ્યું હતું.

જેમાં તેઓએ જણાવ્યું છે કે વીજળીમાં  યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો થશે.

ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી થતા હોય છે ત્યારે યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો.

ત્યારે આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી.

ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ હતી. હવે 2.45 રૂપિયા ટેરિફ થતા ઘટાડાનો નિર્ણય કર્યો છે.

 

 

 

EAD MORE : 

શેર બજારની શાનદાર શરૂઆત : સેન્સેક્સ 167 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો, નિફ્ટીની હાલની સ્થિતિ જાણો !

સંભાવનાની શક્તિ: આનો ફાયદો થશે

વધુમાં તેમણે કહ્યું કે ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ

યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ

દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25

દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા

ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ

તા. 1/10/2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

આ નિર્ણયના કારણે રાજ્યના ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. અને નવો દર જાન્યુઆરીથી અમલી થનાર છે. જોકે દરમાં

સુધારો ન થાય ત્યાં સુધી ઘટાડો લાગું રહેશે. ઉર્જા મંત્રીના જણાવ્યા મુજબ MSME ઉદ્યોગો માટે સરકારે નિયમોમાં ફેરફાર

કર્યો છે. ત્યારે 100 કેવીથી 150 કેવી કરવામાં આવ્યો છે જેનો ફાયદો ઉદ્યોગોને થશે. ત્યારે 1 કરોડ ઘરો પર સોલાર નાંખવામાં

ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે દેશભરમાં કુલ સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં 82 ટકા છે.

 

READ MORE : 

Rajkot : તલવાર અને કુહાડી સાથે રખડુ રંજિયાનો રાજકોટમાં આતંક, CCTV કેદ

Sanathan Textile IPO allotment date : ઓનલાઇન ફાળવણીની સ્થિતિ પગલાવાર તપાસવાની રીત

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.