ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી
ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા છે. AI ટાસ્કફોર્સની રચના કરી છે.
10 સભ્યોની આ ટાસ્કફોર્સમાં આઇસીટી, આઇઆઇટી, આઇઆઇઆઇટીના ડિરેક્ટર્સ સહિત પાંચ જેટલા વિવિધ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.
નાગરિકોની યોજનાઓ, સેવા-સુવિધાનો અસરકારક રીતે અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલના સમયની જરૂરિયાત હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે.
આ પરિપ્રેક્ષ્યમાં ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં જ માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ કર્યા હતા.
આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસ, બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્કફોર્સના અધ્યક્ષ તરીકે સેવા આપશે.
પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળામ માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરી તેના સ્કોપ ઓફ વર્ક અને કામગીરી વધુ સમય લંબાવવા યોગ્ય સુધારા કરાશે.
ટાસ્કફોર્સના સભ્યોમાં આઇસીટી, ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર, આઈઆઈઆઈટીના ડિરેક્ટર, ઈન્ડિયા એ.આઈ. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ
એનઆઈસી, સી-ડેક, એનવીડિયા, આઈસ્પિરિટના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.
READ MORE :
ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી, ગુનાના સ્થળેથી ઇ-પંચનામું તૈયાર કરીને સીધું જ કોર્ટમાં મોકલશે !
ભેળસેળ સામે સરકારની સખ્ત કાર્યવાહી, હવે રાશનની દુકાનોમાં છૂટક અનાજ નહીં વેચાશે
હું અયોધ્યા ચુકાદાનો બચાવ કરવાનો ઈનકાર કરું છું જસ્ટિસ નરીમન સમક્ષ પૂર્વ સીજેઆઈની ટકોર
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 15 શહેરોનો પારો 15 ડિગ્રીથી નીચે