સાવધાન રહેજો : સપ્તાહના અંતમાં ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ , જાણો ક્યાં ક્યાં પડી શકે છે

સાવધાન રહેજો 

શનિવાર કરતાં રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધ્યું હતું.

ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોને લઇ આગાહી કરી હતી.

જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં પલટો આવવાના કારણે સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ

છવાશે અને માવઠું થશે.

 ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી હતી.

આ સાથે ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફિલા પવનને કારણે દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો.

રવિવારે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

હવામાન વિભાગે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. 

 સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું

અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું હવામાન સર્જાયું હતું.

જેમાં રવિવારે નલિયા 7.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે.

અહીં છેલ્લા 24 કલાકમાં તાપમાન વધીને 7.2 ડિગ્રી નોંધાયું હતું.

આ સાથે અમદાવાદમાં 17.6, ગાંધીનગરમાં 17.5 અને વડોદરામાં પણ 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન વધીને 13 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં તો તાપમાન વધીને 19.2 ડિગ્રી નોંધાયું છે.

 

READ  MORE  : 

ગુજરાતમાં ઠંડીનું જોર, અમદાવાદમાં પ્રથમવાર 11.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કોલ્ડવેવની આગાહી જાહેર !

સાવધાન રહેજો

આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો

અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે.

આગામી પાંચ દિવસ તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે. 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે

બાદ તાપમાનમાં વધારે વધારો નોંધાશે.  26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર,

પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં

છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.

હવામાન વિભાગે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.

જેમાં 27 ડિસેમ્બરે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી,

ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે.  28 ડિસેમ્બરે કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ,

નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

 

READ   MORE  :

ક્રિસમસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, 6 શહેરોમાં તાપમાન 13 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા !

હવે સમય આવી ગયો છે: ભારતીય જવાનોને આપવામાં આવ્યો આ ટાર્ગેટ, અમિત શાહે આવું શા માટે કહ્યું તે જાણો

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

 

Share This Article