ગુજરાત હાઈકોર્ટે
સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સૂચનો પણ કર્યા.
કોર્ટે ટકોર કરી કે, ‘પોલીસની ભરતી ઘણી મહત્ત્વની બાબત છે.
રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ.
સરકારે 3 નવી એકેડેમી શરુ કરવી જોઈએ‘. ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ કોર્ટે સરકારને સૂચન કર્યું છે.
કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે.
અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જેમાં 3800થી વધુ
આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે.
જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે.
ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.
Read More :
જૂનાગઢમાં અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે બજેટ-કેન્દ્રિત પગલાં