ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ
યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે.
પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે.
એન્યુઅલ મેઇન્ટેનન્સના કારણે રોપ વે સેવા બંધ રહેવાની છે.
જેને કારણે યાત્રિકોને 13 દિવસ સુધી પગપાળા મહાકાળીમાંના દર્શને જવું પડશે.
પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે.
અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે તેવું શ્રદ્ધાળુઓનું માનવું છે.
હજારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો હતો.
એમાંથી ફાટેલા જવાળામુખીમાંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે .
આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતીની અંદર તરફ વધારે છે.
એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો છે.
ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ
હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.
આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું.
કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય
પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી.
પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે કાલિકા
માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.
માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માચી જવુ પડે છે.
ત્યારબાદ માચીથી રોપવે મારફતે તેમજ રેવાપથથી દાદર ચઢીને મંદિર સુધી જવાય છે.
માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ મહાદેવજીને આમત્રણ આપવામાં ન આવતા.
અપમાન સહન ન થતા માં પાર્વતીજી યજ્ઞકુંડમાં કૂદીને પોતાની આહુતિ આપી દીધી .
જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવઃ કરવા લાગ્યા હતા.
અને નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા હતા.
માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડયા હતા.
અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા.
READ MORE :
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ગિફ્ટ સિટીમાં INX સેન્સેક્સ F&O કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ
H-1B વિઝા 2025 : અરજી કરવાની નવી તારીખો જાહેર , ફી અને પ્રક્રિયા વિશે જાણો
