ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી ઓનલાઈન એફ.આઈ.આર. નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.
હવે કોઈપણ ગુનામાં પંચનામુ સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઈલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે.
સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.
જો કે, એપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઈચ્છે છે.
નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન આવી છે .
તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામુ, જડતી કાર્યવાહીની વિડીયોગ્રાફી પોતાના મોબાઈલ ફોનથી
કરી આ એપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઈવ જ મોકલી આપવાની રહે છે.
નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે.
તપાસનિશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ – સરનામા સહિતની
વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે.
જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઈલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં તપાસનિશે
અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજીયાત બનાવાયું છે.
90 દિવસ થતાં ચાર્જશીટ સાથે કોર્ટ ઈ-પંચનામા માગતી હોવાથી અમદાવાદ પોલીસ મૂંઝવણમાં
ગાંધીનગરથી આદેશ મુજબ ગત જુલાઈથી સાક્ષ્ય એપ્લિકેશન અમલમાં આવી ગઈ હતી.
વાસ્તવિક પંચનામુ આ એપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય
એટલે પોલીસને તેમની એપ્લિકેશન ઉપર જ પંચનામુ મળી ગયાનું પ્રમાણપત્ર મળે છે.
ચાર્જશીટ સમયે પોલીસે આ પ્રમાણપત્ર મુકવાનું રહે છે.
હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસે ચાર્જશીટ થયાં હોય તેવા અનેક ગુનામાં પોલીસે સાક્ષ્ય એપ્લિકેશનથી ઈ- પંચનામા રજૂ કર્યાં નથી
અને અમુક કોર્ટ ઈ-પંચનામા માંગે છે.
ત્રણ મહિનામાં આવેલી ‘ઓનલાઈન ફરિયાદો’માં શું કાર્યવાહી કરી?
પ્રજાજનો હવે ઓનલાઈન ફરિયાદો કરી શકે છે.
સામાન્ય, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત કોગ્નીઝેબલ અને નોન-કોગ્નીઝેબલ ગુના પોલીસના પોર્ટલ, એપ્લિકેશન,
ઈ-મેલ કે વોટ્સ એપથી ઓનલાઈન નોંધાવી શકાય છે.
ઓનલાઈન ફરિયાદના ત્રણ દિવસમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવાય છે.
ફરિયાદી ત્રણ દિવસમાં આવ્યા કે બોલાવાયા કે નહીં તેમજ ફરિયાદીને બોલાવાયા ન હોય તો ઓનલાઈન ફરિયાદનો નિકાલ થયો કે કેમ?
તે અંગે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો પાસે વિગતો મગાવવામાં આવી છે.
સપ્ટેમ્બરથી નવેમ્બર, ત્રણ મહિના દરમિયાન ઓનલાઈન ફરિયાદો અંગે શું કાર્યવાહી થઈ તેનો રિવ્યુ ડીજીપી દ્વારા યોજાનારી ક્રાઈમ કોન્ફરન્સમાં કરવામાં આવનાર છે.
પંચનામાના ઈ-પુરાવાથી સજાનું પ્રમાણ વધશે
ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ સ્થળનું લાઈવ અને વાસ્તવિક પંચનામુ આ એપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય છે.
સાક્ષ્ય એપ્લિકેશનથી રજૂ થયેલા પંચનામામાં સાક્ષી અને પંચનામાના વીડિયો હોય છે જે ઈ-પુરાવા ગણાય છે.
આવા ઈ-પુરાવાથી સાક્ષી હોસ્ટાઈલ થવાની કે નકલી સાક્ષી રજૂ થવાની ઝંઝટ દૂર થવા સાથે જ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થશે
અને કેસોમાં સજાનું પ્રમાણ વધશે. પંચો ફોડવા સહિતની પ્રવૃત્તિ કરતાં આરોપીઓની કારી હવે ફાવશે નહીં.
READ MORE :
મુસ્લિમ બહુમતી તરફ દોરી જઈ રહ્યું છે મમતા સરકારનું અલ્લાહનું કાવતરું?
Vadodara : દુલ્હનના પોશાકમાં નવો ટ્રેન્ડ: ચાંદીના તારથી તૈયાર કરવામાં આવતી ભવ્ય ગુંથણીઓ