ગુજરાતનુ ગૌરવ : સંગીત જગતમાં ગુજરાતની મોટી સિદ્ધિ ચંદ્રિકા ટંડનને ‘ત્રિવેણી’ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો

By dolly gohel - author

ગુજરાતનુ ગૌરવ

રવિવારે લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે રેકોર્ડિંગ એકેડેમી દ્વારા 67 મો ગ્રેમી એવોર્ડ સમારોહ યોજાયો હતો.

ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટંડનને તેમના આલ્બમ ‘ત્રિવેણી’ માટે ‘બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ’ માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.

ચંદ્રિકાને આ સન્માન દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક  વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે હાંસલ કર્યું હતું.

આ ત્રણેયે સાથે મળીને આલ્બમ બનાવ્યો હતો.

અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ 71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ ‘બેસ્ટ ન્યૂ એજ,

એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ’ કેટેગરીમાં સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. 

ગુજરાતનુ ગૌરવ

ચંદ્રિકા ટંડન એ કોણ છે ?

ચેન્નઈમાં એક પરંપરાગત અને રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના ઘરમાં જન્મેલા ચંદ્રિકાએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી શૈક્ષણિક અભ્યાસ અને પછી  અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમેરિકા સ્થાયી થયા હતાં.

ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેની નાની બહેન ઇન્દ્રા નૂયી સંગીત સાથે બાળપણથી જ જોડાયેલા હતા.

ચંદ્રિકાની નાની બહેન ઈન્દ્રા નૂયી પેપ્સિકોની પૂર્વ સીઈઓ સાથે વિશ્વની ટોચની 50 બિઝનેસ વુમન પૈકી એક છે.

ચંદ્રિકા સિંગરની સાથે સાથે એક બિઝનેસ લીડર પણ છે.

પરિવાર સામવેદમાં ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી, કર્ણાટક સંગીત ઉપરાંત વૈદિક મંત્રો ઘરના પરંપરાગત ઉછેરનો એક ભાગ રહ્યો હતા.

ચંદ્રિકાએ ગ્રેમી એવોર્ડ જીતવાની સાથે ભારતની સંસ્કૃતિ અને વેદોને વિશ્વ સમક્ષ પ્રચલિત બનાવ્યા છે.

 

પારંપારિક વૈદિક મંત્રો સાથે  આલ્બમ રજૂ કર્યો હતો

નામ આપી આલ્બમમાં પારંપારિક વૈદિક મંત્રો રજૂ કર્યા હતાં.
 
તેમણે ત્રણ અલગ અલગ શૈલીઓ છે, સંગીત એ પ્રેમ છે , સંગીત આપણી અંદર પ્રકાશ ફેલાવે છે.
 
સંગીત એ આપણા અંધકારમય દિવસોમાં જીવનમાં આનંદ અને સ્મિત રેલાવે છે.
 
પર સંગીત રજૂ કર્યુ હતું. જેના માટે એમને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વેપાર જગતમાં જાણીતું નામ

અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ પૂર્ણ કર્યા બાદ ચંદ્રિકા 24 વર્ષની વયે અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થાયી થયા હતાં.

જ્યાં તે McKinsey સાથે પાર્ટનરશિપ કરનારી પ્રથમ ભારતીય અમેરિકન મહિલા પાર્ટનર રહી હતી.

તેમણે ન્યૂયોર્કમાં ટંડન કેપિટલ એસોસિએટ્સ શરૂ કર્યું હતું. જે શૈક્ષણિક સંસ્થાઓના રિસ્ટ્રક્ચરિંગ માટે કામ કરે છે.

હાલમાં જ તેમણે 2025 માં ન્યૂયોર્ક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગને 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. 

 

READ MORE :

Ahmedabad News : ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન

ન્યુઝીલેન્ડમાં મજૂરોની અછત દૂર કરવા માટે વિઝા નિયમોમાં સુધારો, ભારતીય પ્રવાસીઓ પર અસર પડી શકે છે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.