રેલવે મુસાફરો માટે ખુશખબર
રેલવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડથી લગભગ કંટાળી જતાં હોઈએ છીએ.
પરંતુ હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ
મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા ટિકિટ પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ પણ સામેલ છે.
રેલવેના મુસાફરોને ટીકીટ લાઈનની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તે માટે અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ATVM મશીન મુકાયા છે.
અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશનો પર એટીવીએમ મશીન મુકાયા છે.
તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકે છે.
તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે.
આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે.
રેલવે મુસાફરો માટે ખુશખબર
READ MORE :
ઉત્તરાયણ ઉજવણીના આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી ગુજરાતમાં, રાજકીય મહત્વની ચર્ચાઓની અપેક્ષા
એટીવીએમ એ એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે.
જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે
આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.
યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે યૂપીઆઈ (UPI) , ક્યૂઆર કોડ સ્કેન કરવું,
અને સ્માર્ટ કાર્ડ નો ઉપયોગ કરી શકે છે. યાત્રી સ્માર્ટ કાર્ડ એ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
સ્માર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
આ સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.
આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે.
અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.
READ MORE :
ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ !
અમદાવાદ એરપોર્ટ પરથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, કિમીયો જોઇને તમારું માથું ફરી જશે