ગરમી અને વરસાદ ઓક્ટોબર 2024ની આગાહી
સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો. ભાદરવાના તડકો અને સાથે જ વરસાદી માહોલ.
આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
આના કારણોસર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી કરી છે.
અંબાલાલ એ જણાવ્યુ છે કે ઓકટોબર મહીના મા વધુ ગરમી પડવાની શકયતા છે અને સમુદ્ર મા વાવાઝોડુ થઈ શકે તેવી પણ સંભાવના છે.
આ વાવાઝોડુ એ બંગાળની ખાડીમા ભારે વાવાઝોડુ થઈ શકે તેવી શકયતા ઓ છે. અને અરબી સમુદ્ર મા પણ વાવાઝોડુ આવી શકે છે.
આ વાવાઝોડા નો માર્ગ એ ઓમાન તરફ રહી શકે છે કારણ કે તેની સ્થિતિ એ તેના સક્રિય થયા પછી જ નકકી થાય છે.
વાવાઝોડુ એ બંગાળના ઉપસાગર ની શાખા દક્ષિણ તટ પરથી ભારે વરસાદ આવી શકે છે જેની અસર એ ગુજરાત સુધી થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બ ની અસર ઓછી હશે તો ગુજરાત મા હળવો વરસાદ વરસી શકે છે. અને તેની અસર વધારે હશે તો ભારે વરસાદ વરસશે.
શરદ પૂનમ થી દેવ દિવાળી સુધી વરસાદ ના ધણા પલટા ઓ આવી શકે છે.
30 સપ્ટેમબર થી ઉધાડ નીકળશે અને અકળામણ થાય તેવો તડકો અનુભવી શકાશે. આવુ જણાવ્યુ હતુ .
નવરાત્રી ની શરુઆત મા હસ્ત નક્ષત્ર ના કારણે હળવો વરસાદ પડી શકે છે.
આગાહી અનુસાર 3 થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદ નુ ઝાપટું પડવાની શક્યતાઓ પણ છે.
તેમજ 8થી 10 ઓક્ટોબર મા દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે.
આ વરસાદ એ વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
“પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતાઓ પણ રહી શકે છે.
પ્ર્ચંડ વાવાઝોડા ના અસરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની શક્યતાઓ રહેશે.
વધારે પડતા માવઠા એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે થઈ શકે છે.
રાતા સમુદ્ર અને કાળા સમુદ્ર મા ભૂમધ્ય મહાસાગર થી અરબ રાષ્ટૃ મા થઈને ત્યા ધણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે આના કારણે આ વર્સે વધુ માવઠા થશે.\
Read More :
International News : ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહનો સફાયો કરવા પુતિનની યુક્તિઓમાંથી શીખી શકે છે!