વિદ્યાર્થીઓ માટે રાહત : ગુજરાત સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી માટે 20 હજાર સહાય આપે છે, જાણો કોણ મેળવી શકે છે ?

વિદ્યાર્થીઓ માટે રાહત 

આજના સમયમાં શિક્ષણ મેળવવું કઠિન બની ગયું છે. તેનું મુખ્ય કારણ અભ્યાસ માટે લાગતો ખર્ચ છે.

તેમાં પણ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોચિંગ લેવું આવશ્યક બની ગયું છે

 પરંતુ ઘણા વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીના લીધે સરળતાથી અભ્યાસ કરી શકતા નથી.

 આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન અને ઈકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન

દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ તાલીમ સહાય આપવામાં આવે છે.

તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3, ગૌણ સેવા

પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેન્કો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ

થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા આ સહાય અપાય છે.

 

વિદ્યાર્થીઓ માટે રાહત

આ સહાય માટે અરજી કેવી રીતે કરવી?

www.gueedc.gujarat.gov.in પર જઈને સ્કીમ ફાઈલમાં જઈને એપ્લાય કરો.

ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જઈ એપ્લાય કરો.

ન્યુ યુઝર હોવ તો ન્યુ યુઝર પર ક્લિક કરી તમારી પર્સનલ ડિટેલ રજીસ્ટર કરો, જે બાદ લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે

લોગીન આઈડી નંબર દાખલ કરી તેમાં જરૂરી વિગતવાર માહિતી ભરો, એ પછી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારી -અરજી કન્ફર્મ કરો.

અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.

 

READ  MORE :

 

ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ !

 

કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટમાં નિયત નમૂનાનું અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર,

આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો, શાળા-કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર, એડમિશન લેટર, શાળા છોડયાનુ પ્રમાણપત્ર,

ધોરણ 10 ની માર્કશીટની નકલ, ટ્યુશન ક્લાસની ફી ની વિગત, ફી નો પુરાવો, કોચિંગ ક્લાસ સમાજ/ ટ્રસ્ટ/ સંસ્થા 3 વર્ષ સંચાલિત હોય

તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો, ટ્યુશન ક્લાસીસનો રજીસ્ટર નંબર, અરજદારના બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ, ધોરણ 10 કે

12 અને સ્નાતકની માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે.

 

 

READ  MORE  :

 

દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?

સરકારનો ઐતિહાસિક નિર્ણય: ‘નો ડિટેન્શન પોલિસી’નો અંત, શિક્ષણના ધોરણમાં સુધારો અપેક્ષિત

જામનગરમાં ઈન્ડિયન એરફોર્સનું ભવ્ય એર શૉ: સૂર્યકિરણ એરોબેટિક ટીમનું અદ્ભુત આકાશી પ્રદર્શન

Share This Article