જાન્યુઆરીના મધ્યમાં
હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુરૂવારે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.
લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની આગાહી નથી. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.
જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની આગાહી છે.
જાન્યુઆરી મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.
જાન્યુઆરીના મધ્યમાં
READ MORE :
નવા વર્ષના પ્રથમ દિવસે CNGના ભાવમાં વધારો , આ ભાવ વધારો એ આમ આદમી ના બજેટ પર કઈ રીતે અસર કરશે ?
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યું મુજબ જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે.
ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફ વર્ષા થતી જોવા મળશે.
જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે.
જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી જોવા મળશે.
ગુજરાતમાં ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે.
કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે.
14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે.
READ MORE :
Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું: સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની ચિંતાજનક આગાહી