ગુજરાતમાં વિકાસના દાવા
નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઇ ગયો છે પરંતુ ગુજરાતમાં કઇ સદીની શિક્ષણ પ્રથા ચાલી રહી છે તે સમજી શકાતું નથી.
સરકારી પ્રાથમિક શિક્ષણનો વહીવટી સદંતર ખાડે ગયો છે છતાં વાત દિલ્હીની સ્કૂલોની વધારે કરવામાં આવે છે.
એવા સત્તાવાર આંકડા સામે આવ્યા છે કે શિક્ષણમંત્રીના સઘળા દાવા પોકળ સાબિત થઇ શકે છે.
રાજ્યમાં 2574 સરકારી સ્કૂલો ખંડર હાલતમાં છે. 7599 સ્કૂલોની બિલ્ડીંગ કાચી દિવાલો અને કાચી છતથી ઢંકાયેલી છે.
આજેપણ 14600 સ્કૂલો એક વર્ગખંડથી ચાલે છે.
શાળા પ્રવેશોત્સવના તાયફા થાય છે અને 100 ટકા નામાંકનના દાવા કરવામાં આવે છે
ગુજરાતમાં વિકાસના દાવા
read more : ગુજરાત હાઈકોર્ટે Rs 400 કરોડના માછીમારી કૌભાંડમાં ભાજપના મંત્રી અને પૂર્વ મંત્રીની મુક્તિ અરજી ફગાવી
પરંતુ 10 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા જ નથી. 1606 સ્કૂલમાં એક જ શિક્ષક છે.
સ્થિતિ એ છે કે ધોરણ-3 થી ધોરણ-8 સુધીના 81 ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા-લખતાં આવડતું જ નથી.
5616 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. 86 સ્કૂલોમાં માત્ર પાંચ થ દસ વિદ્યાર્થીઓ છે.
રાજ્યમાં 20 હજાર વર્ગખંડોની અછત છે. ખેલ મહાકુંભની મોટા ઉપાડે વાતો થાય છે પરંતુ 4000 સ્કૂલો પાસે મેદાન જ નથી.
ગુજરાતી માતૃભાષાનું ગૌરવ અને અસ્મિતાની મોટી મોટી વાતો કરતી સરકાર ખુદ તેના બનાવેલા નિયમનું પાલન કરાવી શકતી નથી.
મુંબઇ કે મહારાષ્ટ્રમાં જઇએ તો પ્રથમ ભાષા મરાઠીમાં બોર્ડ જોવા મળે છે.
પંજાબમાં પંજાબી અને સાઉથ ઇન્ડિયામાં જે તે રાજ્યની ભાષામાં બોર્ડ અચૂક હોય છે.
પરંતુ ગુજરાતમાં ગુજરાતીભાષાની જ અવગણના કરવામાં આવે છે.
2022માં રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે સરકારી કચેરીઓ, ખાનગી કે કેન્દ્રીય સંસ્થાઓ, શોપિંગ સેન્ટર, મોલ્સ, જાહેર સ્થળો,દુકાનો,
મલ્ટીપ્લેક્સ અને મનોરંજનના સ્થળો એમ બધી જગ્યાએ લગાવેલા બોર્ડમાં નામ, સરનામું, સૂચના, માહિતી, દિશાનિર્દેશમાં અંગ્રેજી અને
હિન્દીની સાથે ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.
read more :
રેલવે સિઝન પાસનો બોગસ ઉપયોગ કરવા બદલ પાલઘરના આરોપીને બે વર્ષની જેલ
અમરેલીમાં કરુણાંતિકા : સિંહણે બાળકને જડબામાં પકડીને કર્યો શિકાર, ત્રણ કલાક પછી મળ્યા ફક્ત અવશેષો