હમઝાના મૃત્યુ પાછળનું સત્ય કાબુલ: ઓસામા બિન લાદેને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ આતંકી હુમલાથી અમેરિકાને હચમચાવી નાખ્યું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત અમેરિકાની બે સૌથી ઊંચી બિલ્ડિંગ પર કરવામાં આવેલા હુમલામાં ૩,૦૦૦ નાગરિકોના મોત થયા હતા.
આ હુમલાના ૧૦ વર્ષ બાદ ૨૦૧૧માં યુએસ નેવી સીલ્સના કમાન્ડોએ ઓસામાને પાકિસ્તાનમાં ઠાર માર્યો હતો. જ્યારે, તેના પુત્ર હમઝા બિન લાદેનના મોતની ખબર ૨૦૧૯માં સામે આવી હતી.
હમઝાના મૃત્યુ પાછળનું સત્ય
નવા રિપોર્ટ મુજબ, હમઝા જીવિત છે અને ફરી એકવાર ૯-૧૧ જેવો મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.
ઓસામા બિન લાદેનના પુત્ર અંગે રિપોર્ટમાં દાવો
હમઝાના મૃત્યુ પાછળનું સત્ય નેશનલ મોબિલાઈઝેશન ફ્રંટના રિપોર્ટ અનુસાર, ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાના મોતનો રિપોર્ટ ખોટો છે.
હાલમાં તે આતંકી સંગઠન અલ-કાયદાને ફરી એકવાર ખૂંખાર બનાવવાની કોશિશમાં લાગેલો છે.
હમઝા એકલો નથી, તેની સાથે તેનો ભાઈ અબ્દુલ્લા બિન લાદેન પણ સક્રિય છે.
બંને ભાઈઓ અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના ૧૦ મોટા આતંકી કેમ્પ ચલાવી રહ્યાં છે.
ગઝની, હેલમંડ અને નાંગરહાર જેવા પ્રાંતોમાં ફેલાયેલા આતંકી શિબિરો યુદ્ધથી લઈને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની ટ્રેનિંગ આપી રહ્યાં છે.
ભાઈ અબ્દુલ્લા સાથે અલ-કાયદાને ફરી બેઠું કરવાનો પ્લાન : તેની સુરક્ષામાં ૪૫૦ જેટલા સ્નાઈપર્સ તેનાત
હમઝા તેનો મોટોભાગનો સમય રાજધાની કાબુલથી ૧૫૦ કિમી દૂર પંજશીરમાં વિતાવી રહ્યો છે.
જ્યાં, ૪૫૦ આરબ અને પાકિસ્તાની સ્નાઈપર્સ તેની સુરક્ષામાં લાગેલા છે.
નવા રિપોર્ટમાં અલ-કાયદા અને તાલિબાની શાસન વચ્ચે સારા સંબંધો હોવાનું સામે આવ્યું છે.
તાલિબાની નેતાના જણાવ્યા અનુસાર, તાલિબાની નેતાઓ સતત હમઝાના સંપર્કમાં છે.
તાજેતરના ગુપ્તચર અહેવાલ અનુસાર, અલ-કાયદા માત્ર તાલિબાન જ નહીં પરંતુ,
ઈસ્લામિક સ્ટેટની આઈએસઆઈએસ-કે (ખોરાસન પ્રાંત)બ્રાન્ચના સતત સંપર્કમાં છે.
આ તમામ આતંકી સંગઠનો પશ્ચિમી દેશો પર મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૧૯માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે,
અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં અમેરિકાના હવાઈ હુમલામાં હમઝા માર્યો ગયો હતો.
પરંતુ, સીઆઈએને તેનો કોઈ ડીએનએ પુરાવો મળ્યો નહતો.
અમેરિકાની સરકારે નેશનલ મોબિલાઈઝેશન ફ્રંટના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓનું સર્મથન પણ નથી કર્યું કે, તેને નકાર્યો પણ નથી.