સરકારનો ઐતિહાસિક નિર્ણય
આ નિર્ણય હેઠળ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે.
જોકે, વિદ્યાર્થીઓને તેમના વર્ગો પાસ કરવાની બીજી તક આપવામાં આવશે .
શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે.
વાસ્તવમાં આ નિર્ણય હેઠળ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે.
જોકે, વિદ્યાર્થીઓને તેમના વર્ગો પાસ કરવાની બીજી તક આપવામાં આવશે.
આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છેકેન્દ્રીય શિક્ષણ
મંત્રાલયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.
પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે, બાળકોના શૈક્ષણિક પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં
આવ્યો છે. તેમનું કહેવું છે કે, બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવ્યું હતું.
મંત્રાલયે ખાસ કરીને ધોરણ 5 અને 8 પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે આ વર્ગોને મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે આ પગલું વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવત્તા લાવવામાં મદદ કરશે.
ઉપરાંત, શિક્ષકો અને વાલીઓએ બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ સજાગ અને જાગૃત બનવાની જરૂર પડશે.ફરીથી પરીક્ષા આપવાની તક મળશે.
પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાંઆવશે નહીં.
જોકે સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
READ MORE :
Nadiad : અરેરામાં કેમિકલ ભરેલા બે ટેન્કરનો અકસ્માત: એકનું મોત, બે ઇજાગ્રસ્ત
સાવધાન રહેજો !સપ્તાહના અંતમાં ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ , જાણો ક્યાં ક્યાં પડી શકે છે !
