HMP વાયરસનો વધુ એક કેસ
રાજ્યમાં HMPV કેસો વધતાં જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે.
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર માટે થલતેજની
ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી.
13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.
અમદાવાદ શહેરમાં 26 ડિસેમ્બર થી લઈને 13 જાન્યુઆરી સુધીમાં 5 જેટલા HMPV વાયરસના કેસ પોઝિટિવ આવ્યા છે.
5 માંથી 3 બાળકો છે. ત્યારે 2 દર્દીઓ વૃદ્ધ છે. ત્રણેય બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી.
જ્યારે 2 વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.
પાંચે દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 2 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
મેટાન્યુમો વાઈરસ (HMPV) એ શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. આ વાઈરસની ઓળખ વર્ષ 2001 થી થયેલ છે.
આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે.
અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
HMP વાયરસનો વધુ એક કેસ
READ MORE :
“PMJAYમાં કાર્ડની અપ્રુવલ માટે નવી એજન્સી નિમણૂક: ગેરરીતિના મામલાની તપાસ શરૂ”
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય ત્યારે શું કરવું ?
જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
READ MORE :
HMPV વાયરસના આક્રમણથી ગુજરાતમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યા, આરોગ્ય વિભાગની નવી એડવાઇઝરી જાણો
“HMPV વાયરસને લઇ સરકારની નવી સૂચનાઓ: શું વિદેશથી આવનારાઓ માટે RTPCR ટેસ્ટ અનિવાર્ય?”