ચીનમાં HMPV વાયરસ
કોરોના મહામારીની જેમ ચીનમાં વધુ એક વાઈરસ ફેલાયો હોવાના સમાચાર છે.
જેમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ (HMPV)ના કેસ વધી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના લીધે હોસ્પિટલો અને સ્મશાનગૃહો ભરાઈ ગયા છે.
ઓનલાઈન શેર કરાયેલ વિડીયોમાં ગીચ હોસ્પિટલો બતાવવામાં આવી છે.
જેમાં કેટલાક યુઝર્સ કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A,HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 સહિત બહુવિધ વાયરસ ફેલાઈ રહ્યા છે.
જો કે ચીને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
ચીનમાં ફેલાતા રોગચાળાના દાવાઓએ ભારતમાં પણ ચિંતા વધારી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલનું કહેવું છે
કે ભારતના લોકોએ આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.
ભારતે હાલ ચિંતા કરવાની જરૂર નથી
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે માનવ મેટાપ્યુમોવાયરસ એ અન્ય શ્વસન વાયરસ જેવો છે.
જે સામાન્ય શરદીનું કારણ બને છે. તે યુવાન અને ખૂબ વૃદ્ધોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)ના ફાટી નીકળવાના અહેવાલો છે.
ગયા વર્ષે નેધલેન્ડ્સ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં એચએમવીપીના કેસ જોવા મળ્યા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે વાયરલ પોસ્ટ્સ છતાં કોરોના જેવી સ્થિતિ માત્ર અટકળો સુધી મર્યાદિત છે.
ચીને કહ્યું કે, શ્વાસ સંબંધિત બીમારીના કેસ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા હોવાનું જોવા મળ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે, શિયાળામાં ઉત્તરીય ભાગમાં શ્વાસ સંબંધિત બીમારી સામાન્ય રીતે જોવા મળતી હોય છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ બીમારીના કેસ ઓછા જોવા મળ્યા છે.
ચીનની સરકાર તેના નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશી નાગરિકોના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખી રહી છે.
નોંધનીય છે કે ૨૦૧૯માં કોરોના મહામારી સમયે પણ ચીને આવું જ વલણ અપનાવ્યું હતું.
READ MORE :
ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !
શરદી અને તાવ માટે સામાન્ય દવાઓ લેવી જોઈએ
ડૉ. ગોયલે કહ્યું. તેમણે લોકોને શ્વસનતંત્રના ચેપને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામાન્ય સાવચેતીઓ અપનાવવાની સલાહ આપી હતી.
જેનો અર્થ એ છે કે જો કોઈને ઉધરસ અને શરદી હોય, તો તેણે અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ જેથી ચેપ ન ફેલાય.
તેમણે કહ્યું કે લોકોને શરદી થાય ત્યારે અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને શરદી અને તાવ માટે સામાન્ય દવાઓ લેવી જોઈએ.
ચીનમાં કોરોના મહામારી જેવી બીમારી હ્યુમન મેટાન્યૂમોવાયરસ ફેલાયો છે
ત્યારે ભારતમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ)ના ડૉ. અતુલ ગોયલે જણાવ્યું
કે, ચીનમાં મેટાન્યુમોવાયરસની મહામારી ફેલાઈ છે.
પરંતુ તે શ્વાસોચ્છ્વાસ સંબંધિત સામાન્ય વાયરસ છે, જેનાથી શરદી જેવી બીમારી થાય છે.
વિશેષરૂપે વૃદ્ધો, બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેની ઝપેટમાં આવી શકે છે.
પરંતુ આ કોઈ ગંભીર બીમારી નથી. તેના અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
શિયાળામાં શ્વાસોચ્છ્વાસ સંબંધિ ઈન્ફેક્શન સામાન્ય બાબત છે. તેમ છતાં ચીન અને ભારત બંનેમાં અમે નજર રાખી રહ્યા છીએ.
READ MORE :
International News : ટ્રમ્પ અને મસ્કની પ્રતિબિંબિત કીર્તિનો લાભ લેતા ટ્રમ્પ
ન્યૂયોર્કમાં નાઈટક્લબમાં ગોળીબારથી 11 લોકો ઘાયલ થયા છે, 24 કલાક મા આ ત્રીજી મોટી ધટના છે.