સુરત અડાજણની હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ હતું.
જેમાં થાઇલેન્ડની 6 વ્યક્તિઓને મુક્ત કરાવવામાં આવી છે.
તથા સમગ્ર ઘટનામાં પોલીસે 11 ગ્રાહકોની ધરપકડ કરી છે.
રાજ્યમાં દેહવ્યાપારની ઘટનાઓ વધતી હોય તેમ દેખાઇ રહ્યું છે.
ત્યારે તાજેતરમાં સુરત ખાતે વધુ એક આવી ઘટના સર્જાઇ હતી.
જેમાં અડાજણની હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયું હતું.
મળતી માહિતી મુજબ શહેરના એલ.પી.સવાણી રોડ આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષની હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
11 ગ્રાહકો ઝડપાયા
અડાજણ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકઈંગ યુનિટે ધ ફ્યુઝન હોટલમાં દરોડા પડ્યા હતા.
આ ઘટનામાં થાઇલેન્ડની 6 યુવતીઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી.
ઘટના સ્થળેથી હોટલના માલિક સહિત 11 ગ્રાહકો ઝડપાયા હતા.
તપાસ દરમિયાન આ ઘટનામાં કેવી રીતે કોન્ટેક્ટ કરવામાં આવતા હતા તેની વિગતો બહાર આવી હતી.
જેમાં હની, અભય સાલુંકે ગ્રાહકોને વિદેશી યુવતીના નામ મોકલતા હતા.
આ ઉપરાંત હોટલના માલિક પણ ટેગ જોઈ ગ્રાહકને હોટલમાં પ્રવેશ આપતો હતો.
ત્યારે હાલ 11 ગ્રાહકો અને હોટલ માલિકની ધરપકડ કરવામાં આવી છે.
તથા એક મહિલા સહિત 2 વ્યક્તિ ફરાર થતા તેમની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
Read More : ચાલુ કોર્ટે જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ, પરિણામે શું બન્યું?