IMDની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે.
દક્ષિણ-પૂર્વીય પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવુ છે કે 22 જાન્યુઆરી પછી રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતા છે. જેમાં 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે.
ગુજરાત ના તાપમાન વિશે કહીએ તો અમદાવાદમાં 17.5 ડિગ્રી, અમરેલીમાં 15.0 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ભુજમાં 13.2 ડિગ્રી, ડીસામાં
15.4 ડિગ્રી, દીવમાં 15.2 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, કંડલામાં 105 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં હવામાન એ કેવું રહેશે ?
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં
લઘુત્તમ તાપમાન16 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહિસાગર, મોરબી, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી
રહેવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે.
ઉત્તર-પૂર્વનો પવન ઠંડો ફૂંકાઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન ફૂંકાઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વાતાવરણ કેવું રહ્યું ?
છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન પંજાબનાં અમૃતસરમાં 4.8 ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
જેનાં કારણે 50 મીટરથી ઓછી વિઝિબિલિટી જોવા મળી હતી.
તેમજ ઉત્તરાખંડ, હરિયાણા, પૂર્વ મધ્ય પ્રદેશ, મેઘાલય, મણિપુર, બિહાર અને ઓડિશામાં ગાઢ ધુમ્મસનાં કારણે વિઝિબિલિટીમાં ઓછી થવા
પામી હતી.
તેમજ છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને કરાઈકલમાં ભારે વરસાદ નોંધાયો હતો.
આગામી ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
મધ્ય ભારતમાં આગામી 2 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આ પછી 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
મહારાષ્ટ્ર અને ગોવામાં આગામી 48 કલાક સુધી લઘુત્તમ તાપમાન સ્થિર રહેશે.
પશ્ચિમ, પૂર્વ ભારત અને ગુજરાત વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે.
IMDની આગાહી
READ MORE :
“દિલ્હીમાં કડકડતા શિયાળામાં વરસાદ: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો કહેર, ફ્લાઈટ અને ટ્રેન સેવાઓ પર અસર”
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર ભારતમાં વરસાદ તેમજ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ રહેશે.
તેમજ પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જ્યારે બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન પાસે સક્રિય થયેલ છે.
તો રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીક સાયક્લોનિક સરક્યુલેશન પણ સર્જાયેલ છે.
જેનાં કારણે પશ્ચિમ હિમાલયમાં તા. 23 જાન્યુઆરી સુધી વરસાદ તેમજ હિમવર્ષા થશે.
તા. 22 અને 23 જાન્યુઆરી દરમ્યાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતાઓ છે.
તેમજ તા. 22 અને 23 જાન્યુઆરી દરમ્યાન પંજાબ, હરિયાણ, ચંડીગઢ તેમજ દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટા છવાયા
તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
READ MORE :
અમેરિકાની ઠંડી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય : 1985 પછી પ્રથમ વખત US કેપિટલમાં શપથ સમારોહ યોજાશે
હવામાન વિભાગની આગાહી: રાજ્યભરમાં ઠંડીની અસર યથાવત, તાપમાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા
