રશિયાની મહત્ત્વપૂર્ણ જાહેરાત
આજે સમગ્ર વિશ્વના દેશો કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે
જે સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે.
રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની વેક્સિન તૈયાર કરી લીધી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે.
રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે મોટી જાહેરાત કરી કે અમે કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન વિકસાવી લીધી છે
જે 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે.
રશિયન મીડિયા અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર
એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે વિગતવાર માહિતી આપી હતી.
કોઈપણ પ્રકારના ટ્યુમરને અટકાવશે!
મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ જણાવ્યું હતું કે
આ વેક્સિન કોઈપણ પ્રકારના ટ્યુમરને ડેવલપ થતાં અટકાવી દે છે જેથી કેન્સરને ફેલાતા અટકે છે.
દેખીતી રીતે આ વેક્સિનનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવાને બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
આ વેક્સિન દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાશે.
રશિયાના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કૅન્સરની રસી તૈયાર કરશે તેવો દાવો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કર્યો છે.
એટલું જ નહીં કૅન્સરના દર્દીઓને વહેલીતકે રસી મળી શકશે તેવો દાવો પણ તેમણે કર્યો છે.
જોકે પ્રસ્તાવિત રસી ક્યારથી મળશે અને કયા પ્રકારનું કૅન્સર રોકી શકશે તે અંગે ખુલાસો તેમણે નથી કર્યો.
લોકો સુધી કેવી રીતે રસી પહોંચશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
મોસ્કો ફોરમ ઓન ફ્યૂચર ટૅકનોલોજી દરમિયાન ટેલિવિઝન પ્રસારણમાં પુટિને રસી અંગે માહિતી આપી હતી.
ભારત : પુરુષો કરતાં મહિલાઓમાં કૅન્સરનું પ્રમાણ વધુ… ભારતમાં 2022માં કૅન્સરના 14.13 લાખ નવા કેસ સામે આવ્યા હતા.
તેમાં 7.22 લાખ મહિલાઓ જ્યારે 6.91 લાખ પુરુષોને કૅન્સર હોવાનું બહાર આવ્યું હતું.
2022માં 9.16 લાખ દર્દીઓનાં કૅન્સરથી મૃત્યુ થયું હતું.
બ્રિટિશ સરકારે જર્મનીની બાયોએનટેક્ કંપની સાથે કૅન્સરની રસી માટે કરાર કર્યો છે. 2030 સુધી 10 હજાર કૅન્સરદર્દીના ઉપચારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મૉડર્ના અને મર્ક કંપની ચામડીના કૅન્સરની રસી બનાવી રહી છે. મૃત્યુની આશંકા અડધી રહેશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે સર્વાઇકલ, હિપેટાઇટિસ બી કૅન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઈરસ માટે 6 રસી ઉપલબ્ધ છે.
READ MORE :
પુતિને અગાઉ કહ્યું હતું કે તેમના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન તૈયાર કરવા કાર્યરત છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ કહ્યું હતું કે તેમના દેશના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કેન્સરની રસી તૈયાર કરવા કાર્યરત છે.
પુતિને આ માહિતી મોસ્કો ફોરમ ઓન ફ્યુચર ટેકનોલોજી કાર્યક્રમ દરમિયાન આપી હતી.
કેન્સરની દવાનું હ્યુમન ટ્રાયલ સપ્ટેમ્બર 2023માં, અમેરિકામાં AOH1996 નામની કેન્સરની દવાનું માનવીય પરીક્ષણ શરૂ થયું હતું.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરની ગાંઠોને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દવાનું નામ 1996માં જન્મેલી એના ઓલિવિયા હીલીથી પ્રેરિત છે.
તેમને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેન્સર હતું. એના 2005માં મૃત્યું થયું. તે 9 વર્ષની હતી. ન્યુરોબ્લાસ્ટોમા એ કેન્સર છે જે બાળકોમાં થાય છે.
આ એડ્રેનલ ગ્રંથીઓનું કેન્સર છે, જે પેટ, છાતી અને ગરદનના હાડકાંમાં વિકસે છે.
એક વૈજ્ઞાનિકે કહ્યું- અમે નવ વર્ષની અના ઓલિવિયા હીલીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી કેન્સરને મારનારી દવાનું નામ AOH1996 રાખ્યું છે.
ભારતમાં 2022માં કેન્સરના 14.13 લાખ નવા કેસ નોંધાયા હતા.
જેમાંથી 7.22 લાખ મહિલાઓમાં જ્યારે 6.91 લાખ પુરુષોમાં કેન્સર જોવા મળ્યું હતું. 2022માં કેન્સરથી 9.16 લાખ દર્દીઓનાં મોત થયા હતા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો અંદાજ છે કે દેશમાં 5 વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 12%ના દરે વધારો થશે,
પરંતુ સૌથી મોટો પડકાર નાની ઉંમરે કેન્સરનો ભોગ બનવું છે.
નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર નાની ઉંમરમાં કેન્સર થવાનું સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે.
READ MORE :
ટ્રુડો સરકારને આંચકો: ડેપ્યુટી PMના રાજીનામાં બાદ હવે ‘મિત્ર’એ પણ આપ્યો સાથ છોડીને જવાનો સંકેત !
World News : જ્યોર્જિયાથી ચોંકાવનારા સમાચાર: રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળી આવ્યા !