ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ
વિભાગને સોંપવામાં આવી છે.
આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને બહાર કરવામાં આવ્યું છે.
સરકારી વકીલોની નિમણૂક, રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે.
આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ
ગૃહ વિભાગ કરશે.
જેની તપાસ પોલીસ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
તેવી જ રીતે બી-શાખા જે ફોજદારી કેસોમાં ચુકાદાઓ સામે દાખલ કરાયેલી અપીલોનું ઘ્યાન રાખે છે તે પણ ટ્રાન્સફર થશે.
ક્રિમીનલ કેસોમા ચુકાદા સામે ની અપીલની જોગવાઇવાળા કેસોમાં અપીલ અંગેના અભિપ્રાય અંગેની કામગીરી તેના રેકોર્ડ, રજીસ્ટર તેમજ હાલ
ના સ્ટાફ સહિત ના લોકો દ્રારા કરવામા આવશે.
ગૃહ વિભાગ જે મુખ્યત્વે પોલીસ સેવાનું સંચાલન કરે છે તે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાનું પણ સંચાલન કરશે.
એક ઠરાવમાં કાયદા વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે કાયદા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ
જે અત્યાર સુધી ફોજદારી કેસોની દેખરેખ રાખતી હતી તેને ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ઘ્યાન રાખતી બી-1 શાખા તેને ફાળવવામાં આવેલા વિષયો ગૃહ વિભાગને સોંપશે.
આ શાખામાં હથિયાર પરવાના, પેટ્રોલિયમ પરવાના, કાયદો અને વ્યવસ્થાની કામગીરી થાય છે.
આ શાખામાં કેન્દ્ર અને રાજય સરકારના ફોજદારી કાયદાઓ, ભારતીય દંડ સંહિતા, પાસા, શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ અને શસ્ત્ર નિયમો ૧૯૬૨
જેવા કાયદાઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્યની વિવિધ અદાલતોમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલઓ ની સેવા વિષયક તમામ કાર્યવાહી, નામ.
જીલ્લા કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલો/સ્પે.પી.પી ની સેવા વિષયક તમામ કામગીરી, નામ.
હાઇકોર્ટમાં ફરજ બજાવતા વિદ્વાન એ.પી.પી સંબંધિત તમામ કામગીરી સંભાળવામા આવશે.
READ MORE :
જાતિગત સમીકરણો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે ઠાકોર સમાજનો ઠાઠ?
Danish power IPO : વર્ષનો સૌથી મોટો SME ઇશ્યૂ ખુલ્યો – સબસ્ક્રિપ્શન સ્ટેટસ, GMP અને અન્ય વિગતો તપાસો
દાના વાવાઝોડું ત્રાટક્યું, 120 કિ.મી.ની ગતિએ પવનો સાથે ભારે વરસાદ, 7 રાજ્યોમાં અસર