સુરતના ઉધના વિસ્તારમાં આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં ફાયરિંગ,
ઉધના પોલીસે આરોપીઓને પકડવા નાકાબંધી કરી
રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાને લઈ ફરી એકવાર સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે.
સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ ફેલાયો છે.
આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં ફાયરિંગ થયું છે.
અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી
પાપ્ત વિગતો મુજબ આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ
પાસે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
જો કે, બનાવના પગલે સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાયો છે.
બનાવને લઈ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પોલીસને એક ગોળી મળી છે તેમજ બીજી ગોળીની તપાસ શરૂ કરાઈ છે.
ઉધના પોલીસે આરોપીઓને પકડવા નાકાબંધી કરી છે.
CCTVના આધારે આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી છે
Read More : સિદ્ધનાથ તળાવની હાલત: સુંદરીકરણ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય