India GDP Data
ડોલર સામે રુપિયાના અવમુલ્યન વચ્ચે દેશની અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર આવ્યા છે.
જેના નવા સરકારી આંકડા અનુસાર જીડીપીનો વૃદ્ધિ દર(India GDP Data 2025) વર્ષ 2024-25 માં 6.4 ટકા રહેવાનો અંદાજ છે.
જે ગત વર્ષ 2023-24 કરતા ઘણો ઓછો છે. ગત નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ એ (NSO)મંગળવારે નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડ્યો
અને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે.
જે ચાલુ નાણાકીય વર્ષ માટે એનએસઓ નો જીડીપી વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેંકના અંદાજ કરતા ઓછો છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા એ પણ દર્શાવે છે કે વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)નાણાકીય વર્ષ 2025 માં 6.4 ટકા વધવાની ધારણા છે.
READ MORE :
ગુજરાત સરકારની નવી સુવિધા : સરકારની વેબસાઈટ પર વોઈસ એપ્લિકેશન દ્વારા અરજી કરવાની સુવિધા !
જે નાણાકીય વર્ષ 2024 માં 7.2 ટકા કરતાં ઓછી છે. તેનાથી વિપરીત નજીવી જીવીએમાં 9.3 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
જે ગત વર્ષના 8.5 ટકાની વૃદ્ધિ કરતાં થોડો વધારે છે. મહત્વનું છે કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં એડવાન્સ જીડીપી અંદાજ મહત્વની ભૂમિકા ભજવે છે.
મતલબ કે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ પર પણ આ આંકડાઓની અસર જોવા મળશે.
આ અંદાજ નાણાકીય વર્ષ 2024 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિમાં ઘટાડા પછી આવ્યો છે. જે 5.4 ટકા હતો.
જેના લીધે ભારતીય રિઝર્વ બેંકે 2024 માટે તેના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો હતો.
વાસ્તવમાં, આરબીઆઈ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દેશની વૃદ્ધિનો અંદાજ 7.2 ટકા હતો.
પરંતુ, 2024 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિમાં ઘટાડા પછી આરબીઆઈએ તેને 6.6 કરી હતી.
જો કે એનએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલ રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ તેનાથી પણ ઓછો 6.4 ટકા હતો.
READ MORE :
“બજેટ 2025માં નાણામંત્રી આપશે 5 મહત્ત્વપૂર્ણ જાહેરાતો , જે દેશને નવી આશા આપશે!”
શું આવનારા બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં કાપ મૂકાશે? જાણો સરકારની રણનીતિ