ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં અગ્રેસર
આઠ મુખ્ય દેશોમાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ
વાણિજ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે ભૌગોલિક રાજકીય પડકારો અને સ્થિર વૈશ્વિક માંગ હોવા છતાં, નેધરલેન્ડ, યુએસ અને યુકે સહિત ટોચના ૧૦ નિકાસ કેન્દ્રોમાં ભારતની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વધી છે.
જોકે, એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ચીન અને દક્ષિણ આફ્રિકામાં નિકાસ અનુક્રમે ૯.૪ ટકા અને ૨.૩ ટકા ઘટી હતી.
આ સમયગાળા દરમિયાન ભારતની કુલ નિકાસ નજીવી રીતે ૧ ટકા વધીને ૨૧૩.૨ અબજ ડોલર થઈ છે.
સપ્ટેમ્બર માટે અલગથી નિકાસના આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાની સ્થિતિ દર્શાવે છે કે
ભારતના બીજા સૌથી મોટા વેપારી ભાગીદાર ચીનમાં નિકાસ ધીમી પડી છે.
જે દેશોમાં નિકાસ વધી છે તેમાં અમેરિકા (૫.૬ ટકા), સંયુક્ત આરબ અમીરાત (૧૧.૪ ટકા), નેધરલેન્ડ (૩૬.૭ ટકા), બ્રિટન (૧૨.૪ ટકા), સિંગાપોર (૨ ટકા), સાઉદી અરેબિયા (૩.૬ ટકા), બાંગ્લાદેશ (૧.૫ ટકા)નો સમાવેશ થાય છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ કેન્દ્ર બની રહ્યું છે. તે પછી યુએઈ અને નેધરલેન્ડ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલની શરૂઆતમાં ૨ ટકાનો વધારો થયો હતો.
તે પછી મે મહિનામાં નિકાસમાં ૧૩ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી.
READ MORE :
સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
ત્યારબાદ જૂન દરમિયાન વૃદ્ધિ ધીમી પડીને ૨.૫ ટકા થઈ હતી, ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટમાં અનુક્રમે ૧.૭ ટકા અને ૯.૩ ટકાનો ઘટાડો થયો હતો.
આનું કારણ મંદ માંગ અને પરિવહન અંગેની ચિંતાઓ હતી. સપ્ટેમ્બરમાં નિકાસમાં ૦.૫ ટકાનો વધારો થયો છે.
ભારતના ટોચના ૧૦ આયાત ભાગીદારોમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માંથી આયાત ચાલુ નાણાકીય વર્ષના
પ્રથમ છ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ પામી છે તેમ વાણિજ્ય વિભાગના ડેટા દર્શાવે છે.
વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર, યુએઈથી આયાત વાર્ષિક ધોરણે ૫૨ ટકા વધીને ૩૧.૪૫ બિલિયન ડોલર થઈ છે.
જ્યારે તમામ દેશોમાંથી ભારતની આયાત ૬ ટકા વધીને ૩૫૦ બિલિયન ડોલર થઈ છે.
છેલ્લા કેટલાક મહિનાઓની સ્થિતિ દર્શાવે છે કે પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત વધી છે.
જેનું મુખ્ય કારણ પેટ્રોલિયમ અને સોના, ચાંદી, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની આયાતમાં વધારો છે.
READ MORE :