India News સીતારામ યેચુરીની અંતિમ વિદાયની જર્નીઃ ફ્લાઈટમાં શું થયું?

By dolly gohel - author

India News  

ભારતના રાજકરણ માટે કહેવાય છે કે કોઈપણ નેતાના કોઈપણ બોલ પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરવો જોઈએ.

રાજનેતા પોતાના શબ્દો પરથી ક્યારે ફરી જાય કઈં જ કહી શકાય એમ નથી.

આખી જિંદગી એક જ પાર્ટીમાં રહીને સામાન્ય કાર્યકરથી મોટા નેતા બને અને બાદમાં

ટિકિટ ન મળતા કે ધમકી-દબાણને કારણે અન્ય પક્ષમાં જોડાઈ જતા હોય છે.

 

 

 

સીતારામ યેચુરીના મૃત્યુ પછી: ડાબેરી નેતાઓ માટે આગળ શું?

રાજકરણમાં અનેક કસમ રોજબરોજ લેવાતી હોય અને રોજબરોજ તૂટતી હોય છે

પરંતુ સીપીઆઈ-એમના દિવંગત નેતા સીતારામ યેચુરીના નિધન માટે એક રાજનેતાએ પોતાની કસમ તોડતા મીડિયા હેડલાઈન બની ગયા છે.

સીતારામ યેચુરીના નિધન બાદ ડાબેરી નેતા, પૂર્વ LDF કન્વીનર ઇપી જયરાજને લગભગ બે વર્ષ પહેલા ફ્લાઈટમાં ક્યારેય મુસાફરી નહીં

કરવાના શપથ લીધા હતા પરંતુ યેચુરીના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ગુરુવારે રાત્રે કારીપુર

એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા.

જયરાજને જુલાઈ 2022માં પ્લેનમાં ઝપાઝપીની ઘટનામાં સામેલ હોવાના કારણે ત્રણ

અઠવાડિયા માટે એરલાઈન્સ દ્વારા પ્રતિબંધ મુકાતા ઈન્ડિગોની ફ્લાઈટમાં પોતે કે પરિવારે

ક્યારેય મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ફ્લાઈટમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ સવાર હતા.

 

સમગ્ર ઘટના: શું તે ખરેખર છે?

13 જૂન, 2022ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યા બાદ કન્નુરથી ઈન્ડિગોની ફ્લાઈટની અંદર યુથ કોંગ્રેસના

બે કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. પ્લેનમાં સવાર જયરાજને કથિત રીતે બંને વિરોધીઓને એક તરફ ધકેલી દીધા હતા.

આ ઘટનાક્રમને પગલે એરલાઈને સીપીઆઈ(એમ) નેતા પર ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ લાદ્યો હતો

અને યુથ કોંગ્રેસના બે કાર્યકરો પર પણ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

13 જૂન, 2022ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યા બાદ કન્નુરથી ઈન્ડિગોની ફ્લાઈટની અંદર યુથ કોંગ્રેસના બે

કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. પ્લેનમાં સવાર જયરાજને કથિત રીતે બંને વિરોધીઓને એક તરફ ધકેલી દીધા હતા.

આ ઘટનાક્રમને પગલે એરલાઈને સીપીઆઈ(એમ) નેતા પર ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ લાદ્યો હતો અને

યુથ કોંગ્રેસના બે કાર્યકરો પર પણ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

 

read more : India News-“કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ: ભારતનાં સૌથી અમીર મહિલાનો ઉચ્ચતા સામર્થ્ય”

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.