India News
ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. વચ્ચે થોડા સમય માટે બંને દેશો વચ્ચે સ્થિરતા હતી
પરંતુ ફરી એક વખત બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. વાસ્તવમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને હત્યામાં હાથ
હોવાનો આરોપ લગાવીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જેના જવાબમાં ભારતે પણ 6 કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા છે.
આ ઘટના બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. ત્યાર હવે ભારત-કેનેડાના ખટાશભર્યા સંબંધોને કારણે 70000 કરોડના વેપાર પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે.
આ તણાવને કારણે ત્યાં રહેતા ભારતીયો સહિત હજારો વિદ્યાર્થીઓ પર અસર થવાની સાથે જ બંને દેશો વચ્ચે લગભગ 70,000 કરોડ રૂપિયાના વેપારને
પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે એ કયા-કયા ઉત્પાદનો છે જે ભારતથી કેનેડા જાય છે અને
કેનેડાથી ભારતમાં આયાત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ તણાવની બંને દેશો પર શું અને કેટલી અસર થશે.
યુવા સ્ટુડન્ટ્સ પર ડિપ્રૈશન ની ઈતિહાસ
તમને જણાવી દઈએ કે, કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. બીજી તરફ દર વર્ષે હજારો સ્ટુડન્ટ કેનેડામાં અભ્યાસ માટે જાય છે.
કેનેડા અને ભારતના ગાઢ વેપાર સંબંધો છે. સોમવારે ભારત વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રુડોએ વેપાર અને નાગરિક સંબંધોનો પણ ઉલ્લેખ
કર્યો અને કહ્યું કે અમે ભારત સાથે ખરાબ સંબંધો નથી ઈચ્છતા. ટ્રુડોના આરોપો બાદ જો ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધશે તો તેની અસર દરેક પર પડી શકે છે.
વર્ષ 2022માં ભારત કેનેડાનું 10મું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. બંને દેશો વચ્ચે માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર 10.50 બિલિયન અમેરિકી ડોલરનો હતો.
તેમાંથી કેનેડાને 6.40 બિલિયન અમેરિકી ડોલરના માલસામાનની નિકાસ કરવામાં આવી હતી અને કેનેડાથી 4.10 અમેરીકી ડોલરની આયાત કરવામાં આવી હતી.
સર્વિસ સેક્ટર જેવા નાણાકીય, આઈટી વગેરેમાં દ્વિપક્ષીય વેપારનું મૂલ્ય 8.74 બિલિયન યૂએસ ડોલર હતું. એક અહેવાલ પ્રમાણે 600થી વધુ કેનેડિયન કંપનીઓ અને સંગઠન ભારતમાં છે.
બંને દેશો વચ્ચેની આયાત અને નિકાસની વાત કરીએ તો ભારતથી કેનેડામાં રત્ન, જ્વેલરી અને કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, રેડીમેડ કપડા,
મિકેનિકલ એપ્લાયન્સિસ, ઓર્ગેનિક કેમિકલ્સ, લાઈટ એન્જિનિયરિંગ સામાન, આયર્ન અને સ્ટીલની નિકાસ થાય છે.
જ્યારે ભારત કેનેડાથી કાગળ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયરન સ્ક્રેપ, કોપર, મિનરલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ખરીદે છે.
read more :
Surat News : સુરતની ટ્રેડીશનલ મીઠાઈ સમયની સાથે બની ફેન્સી , ચંદની પડવા પર ફ્લેવર્ડ ઘારીની વધુ માંગ !