હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો સામનો કર્યા પછી કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ સામે સવાલો
ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે હવે ઈવીએમના બદલે બેલોટ પેપરથી ચૂંટણી કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી
અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું કે, દેશમાં
ભારત જોડો યાત્રાની જેમ બેલોટ પેપરથી ચૂંટણી માટે યાત્રા કાઢીશું. મહારાષ્ટ્રમાં પરાજયનો સામનો કરનારા
શરદ પવારની એનસીપી અને ઉદ્ધવની શિવસેનાએ પણ આ માગનું સમર્થન કર્યું છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું એક વાત કહીશ કે સંપૂર્ણ શક્તિ લગાવીને ઓબીસી, એસસી,
એસટી અને નબળા વર્ગના લોકો જે વોટ આપી રહ્યા છે તે નિષ્ફળ જઈ રહ્યા છે. અમે ઈવીએમ છોડીને બેલોટ
પેપરથી ચૂંટણી યોજવાની માગ કરીએ છીએ. એ લોકોને મશીન તેમના ઘરમાં રાખવા દો. અમદાવાદમાં અનેક
ગોદામો બનાવેલા છે, ત્યાં ઈવીએમ મૂકી દો. અમારી એક જ માગ છે કે બેલોટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે.
આવું થાય તો આ લોકોને ખબર પડી જશે કે તેઓ કેટલી બેઠકો જીતી શકે છે.
read more :
India News : તિરુપતિ પ્રસાદીની ચર્ચા વચ્ચે રામ મંદિર તરફથી મોટા સમાચાર પ્રસાદના નમૂના લેબ મોકલાયા
આપણે આખા દેશમાં અભિયાન ચલાવવું જોઈએ. આ સાથે રાહુલ ગાંધીએ જાતી આધારિત વસતી ગણતરીનો
મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જાતી આધારિત વસતી ગણતરીથી ડરે છે. પરંતુ તેમણે
સમજવું પડશે કે સમાજનો દરેક વર્ગ પોતાની ભાગીદારી ઈચ્છે છે અને તે માગી રહ્યો છે. તમે ખરેખર દેશમાં એકતા
ઈચ્છતા હોય તો નફરત ફેલાવવાનું બંધ કરી દો. કોંગ્રેસની સાથે હવે શરદ પવારની એનસીપીએ પણ ઈવીએમ સામે
સવાલો ઊઠાવ્યા છે અને બેલોટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી છે. મહારાષ્ટ્રમાં મહાઆઘાડીનો પરાજય વિપક્ષના
ગળે ઉતરી રહ્યો નથી. એનસીપી-એસપીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પછી પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું,
લગભગ બધા જ ઉમેદવારોમાં ઈવીએમ વિરુદ્ધ ગુસ્સો જોવા મળે છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી
વરાલેની બેંચે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે જ્યારે તમે જીતો છો તો ઇવીએમ સાચા છે પરંતુ જ્યારે હારી જાઓ
છો તો કહો છો કે ઇવીએમ સાથે છેડછાડ થઇ છે. આ અરજી ડૉ. કેએ પોલે દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં
ન માત્ર બેલેટ પેપરથી વોટિંગ કરાવવાની માંગ કરી હતી, પરંતુ ચૂંટણી દરમિયાન પૈસા અને દારુ વહેંચવાના દોષિત
સાબિત થાય તો તે ઉમેદવારને ઓછામાં ઓછા પાંચ વર્ષની સજા ફટકારવાની પણ માંગ કરી હતી.
બધા ધારાસભ્યોનું કહેવું છે કે ઈવીએમ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, હરિયાણા લીધું, જમ્મુ-કાશ્મીર આપ્યું, મહારાષ્ટ્ર લીધું, ઝારખંડ આપ્યું. જેથી કોઈને શંકા ના જાય.
ભાજપ નાની ચૂંટણીઓ આપી દે છે અને મોટી ચૂંટણીઓમાં ઈવીએમ હેક કરી જીતી જાય છે. આવ્હાડે ઉમેર્યું કે
લોકસભા પહેલાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીત્યા તો અમે પણ હવામાં ઉડવા લાગ્યા. કહ્યું, ના-ના ઈવીએમ
બરાબર છે. હકીકતમાં ઈવીએમનો ઉપયોગ લોકોને મુર્ખ બનાવવા માટે કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવતા જણાવ્યું કે, તમારી અરજીઓ રસપ્રદ છે. તમને યોગ્ય રીતે આઇડિયા ક્યાંથી મળ્યા?
પોલે જણાવ્યું કે, તેઓ 150 કરતા વધારે દેશોની યાત્રા કરી ચુક્યા છે. તો કોર્ટે તેમને પુછ્યું કે, ત્યાં ઇવીએમ દ્વારા
મતદાન થાય છે કે બેલેટ પેપરથી. ત્યારે પોલે જણાવ્યું કે, મોટા ભાગના દેશોમાં બેલેટ પેપરથી વોટિંગ થાય છે
અને ભારતમાં પણ તેવું થવું જોઇએ.પોલે તર્ક આપતા જણાવ્યું કે, ભ્રષ્ટાચારના કારણે બેલેટ પેપર દ્વારા વોટિંગ
કરાવવું જોઇએ. આ જ વર્ષે જુનમાં ચૂંટણી પંચે 9 હજાર કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે,
જો બેલેટ પેપર દ્વારા વોટિંગ થશે ત્યારે શું કોઇ ભ્રષ્ટાચાર નહીં થાય? પોલે દાવો કર્યો કે, ટેસ્લાના સીઇઓ
એલન મસ્ક પણ કહી ચુક્યા છે કે, ઇવીએમની સાથે છેડછાડ કરવામાં આવી શકે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી
ચંદ્રાબાબુ નાડયુ અને પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી પણ ઇવીએમની સાથે છેડછાડની વાત કરી ચુક્યા છે.
આ અંગે બેંચે કહ્યું કે, જ્યારે નાયડૂ ચૂંટણી હારી ગયા તો તેમણે કહ્યું કે, ઇવીએમની સાથે છેડછાડ થઇ છે.
read more :
ઝારખંડમાં કોંગ્રેસની જમ્મૂ-કાશ્મીર જેવી સ્થિતિ, ચૂંટણી જીત્યા બાદ પણ સત્તાથી દૂર