India News : ભારતના સમુદ્રમાં રશિયાના બ્લેકહોલનું રહસ્ય , સાયલન્ટ કિલરને જોતાં ચીન અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા શું છે કારણ?

23 03

India News

ભારતના સમુદ્રમાં રશિયન સબમરિન પ્રવેશતાં જ ચીન અને પાકિસ્તાન ભયભીત બન્યું છે.

સોમવારે કોચીના દરિયા કિનારે રશિયન સબમરિન UFA નું ભારતીય નૌસેનાએ ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું.

રશિયાના કેટલાક સૈનિકો પણ હાજર રહ્યા હતા. ઉફા (UFA) ભારતમાં આવતાં બંને દેશો વચ્ચે મજબૂત સમુદ્રી ભાગીદારી દર્શાવે છે.

સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરતાં પીઆરઓ ડિફેન્સ કોચીએ જણાવ્યું હતું કે, રશિયન સબમરિન UFA કોચીમાં.

ઈન્ડિયન નેવીએ ઉમેળકાભેર સ્વાગત કર્યું.

રશિયન રાજદ્વારીએ આ અંગે જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરે રશિયન નૌસેનાએ પેસેફિક મહાસાગરમાં તૈનાત જહાજોની એક ટુકડી જેમાં

ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરિન UFA અને બચાવ ટગ અલાટાઉ સામેલ છે. તે કોચી પોર્ટ પર પહોંચી હતી.

 

 

 

READ  MORE   :  

vadodara News:  વડોદરા પૂર પીડિતોને કોંગ્રેસનો સહારો, સૂત્રોચ્ચાર અને દેખાવથી પીડિતો સાથે એક્યતા

India News:મહારાષ્ટ્રમાં ભાજપ માટે તાજેતરના રાજીનામાનો શું અર્થ છે?

 

UFA સબમરિનની રચના હાલમાં જ રશિયા દ્વારા કરવામાં આવી છે. આ સબમરિનને પેસેફિક સાગરમાં તૈનાત કરવામાં આવી છે.

હુમલાખોર સબમરિન પૈકી એક UFA બ્લેક હોલ તરીકે ઓળખાય છે.

ઉન્ન ક્ષમતાઓ ધરાવતી આ સબમરિન પોતાના વિરોધીની તુલનાએ વધુ શાંત અને ઘાતક છે. જે શાંત સ્થિતિમાં આક્રમક હુમલો કરવા સક્ષમ છે.

 

 

READ  MORE   :

Gujarat News : મહેસાણાના ગ્રામ્ય વિસ્તારની દીકરીએ રચ્યો નવો ઇતિહાસ: બની ગુજરાતની પ્રથમ મહિલા નૌસેના અધિકારી !

Share This Article